કોરોનાની કહેર વચ્ચે કેન્દ્ર સરકારે ટોલ ને લઈને કરી મહત્વની જાહેરાત,જાણો વિગતે

Published on: 9:11 pm, Thu, 17 December 20

દેશભરમાં વાહનોના સ્વતંત્ર આવન-જાવન માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ જણાવ્યું કે,આવનારા બે વર્ષમાં ભારતને ટોલનાકા મુક્ત બનાવી દેવામાં આવશે. આ માટે સરકારે GPS ને અંતિમ રૂપ આપવાનો નિર્ણય કર્યો છે. ગુરૂવારના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કહ્યુ કે, આવનારા બે વર્ષમાં વાહનોને ટોલ ફક્ત તમારા લિકંડ બેંક ખાતા થી જ કાપવામાં આવશે.ASSOCHAM ફાઉન્ડેશન વિક કાર્યક્રમમાં વાતચીત કરતા નિતીન ગડકરી કહ્યુ કે.

રશિયાની સરકારની મદદથી આપણે જલ્દી GPS સિસ્ટમને ફાઇનલાઈઝડ કરી લેશું ત્યારબાદ 2 વર્ષમાં ભારત સંપૂર્ણ રીતે ટોલનાકા મુક્ત થઈ જશે.GPS ટેકનોલોજીનો ઉપયોગ ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટીની ટોલ આવક પાંચ વર્ષમાં 1.34 ટ્રિલિયન સુધી વધી શકે છે. મંત્રીએ કહ્યું કે, કાલે માર્ગ પરિવહન અને રાજમાર્ગ અને અધ્યક્ષ એન એચ એ આઈ ની ઉપસ્થિતિમાં ટોલ સંગ માટે.

જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું.અમે આશા કરી રહ્યા છીએ કે 5 વર્ષમાં આપણી ટોલ આવક 1,34,000 કરોડ રૂપિયા થશે.છેલ્લા એક વર્ષમાં કેન્દ્ર સરકારે દેશના તમામ પ્લાઝા પર ફાસ્ટેગ અનિવાર્ય કરી દીધું છે.

ઇલેક્ટ્રોનિક ટો કલેક્શન ડીવાઈસના ઉપયોગથી કેસલેસ લેવડ દેવડને પણ પ્રોત્સાહન મળ્યું છે અને આ સાથે જ ટોલ સંગ્રહ મા પારદર્શિતા પણ જોવા મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનાની કહેર વચ્ચે કેન્દ્ર સરકારે ટોલ ને લઈને કરી મહત્વની જાહેરાત,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*