કોરોનાની કહેર વચ્ચે ગુજરાત રાજ્યમાં શાળાઓ ખોલવાની લઈને આવ્યા મહત્વના સમાચાર,જાણો વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે કે નહીં?

Published on: 3:20 pm, Mon, 21 December 20

કોરોના મહામારી ના કારણે બંધ થયેલા ધંધો ચાલુ થઈ ગયા પણ બંધ થયેલી શાળાઓ અને કોલેજો હજુ પણ ખોલવામાં આવેલ નથી. હાલમાં રાજ્યમાં શાળાઓ ખોલવામા મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઘણી બેઠકો કરી જેમાં દિવાળી પછી શાળાઓ ખોલવાની વાત મૂકી હતી પણ હજુ સુધી શાળાઓ ખોલવામા આવી નથી. વાલીઓ હવે વધુ ચિંતા માં જોવા મળે છે અને અસમંજસમાં છે કે ક્યારે શાળાઓ ખુલશે.

રાજ્યમાં શાળા ખોલવાના મુદ્દે ગાંધીનગર ના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ વર્ષના શૈક્ષણિક સત્રમાં શાળાઓ શરૂ કરવામાં નહીં આવે. નવા સત્રથી જ શાળાઓ શરૂ કરવાનું સરકાર આયોજન કરી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 1 થી 8 ના બાળકોને સરકાર માસ પ્રમોશન આપવા.

બાબતે વિચારણા કરી રહી છે. દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાનું સરકારનું આયોજન હતું પરંતુ કોરોના નું સંક્રમણ વધતા એપ્રિલ સુધી શાળાઓ નહીં.

ખૂલે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ ખૂબ જ મહત્વના સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!