ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી કોરોના ના કેસ નો આંકડો 7000 થી પાર થઈ ગયો છે. તેવામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જોન માં પડ્યા છે. રાજ્યમાં મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે અને અમુક શહેરોમાં તો સ્વેચ્છિક લોકડાઉન કર્યા છે.
અને અમુક શહેરોમાં તો હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન લાગી ગઈ છે.રાજ્યના કોરોના ની સ્થિતિ ને કાબુ મેળવવા માટે વિજય રૂપાણીનો મદદ કરવા માટે સંતો દંતાની મદદમાં આવ્યા હતા.
મંદિરોની ધાર્મિક ભવન અને આશ્રમો સરકારની માળખાકીય સુવિધાઓ માટે ઉપયોગમાં લેવાશે. અમદાવાદના દર્દીઓની સારવાર માટે પરિસર બાળવા સંતોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સંતો સાથેની બેઠકમાં મોરારીબાપુ, દિલીપદાસજી, રમેશ ઓઝા, બ્રહ્મવિહારી સ્વામી આ ચાર સંતો બેઠકમાં હાજર રહ્યા હતા.
અને પાટીદાર નિવાસ્થાન કહેવાય એવું ઉમિયા ધામ મંદિર પણ મદદમાં આવ્યું હતું તેમને ઉમિયા ધામ મંદિર ના કેમ્પસ પણ કોવિડ સેન્ટર બનાવવા આપી શકાય છે.રાજ્યમાં કુલ નવા કેસો 7410 કેસ નોંધાયેલા છે. જેમાં 1642 દર્દીઓ કોરોના થી મુક્ત થયા છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,23,371 વ્યક્તિઓ કોરોના થી ડિસ્ચાર્જ થયા છે. અત્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 38,996 છે.45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ વેકેશન નો ડોઝ લેવો પડે તે ફરજિયાત છે.
આજ સુધી 45 વર્ષના વધુ વયના 1,18,004 લોકોએ વેક્સિન નો પ્રથમ ડોઝ લઈ લીધો છે. હાલમાં સરકાર રાજ્યમાં રસીકરણ ઝડપી બનાવવા પ્રયત્ન કરી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી રિકવરી મળતા લોકોની ટકાવારી 89.96 ટકા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment