ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી સારો વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલા તો એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના થોડાક દિવસ પહેલાં બની હતી. શહેરના ચાંદખેડા વિસ્તારમાં શુભલક્ષ્મી સોસાયટીના સિફોન સોસાયટીમાં અમદાવાદમાં પહેલા વરસાદમાં સ્ટ્રીટ લાઇટના થાંભલા પડી જતાં એક મહિલા અને 10 વર્ષના બાળકને જબરદસ્ત કરંટ લાગ્યો હતો.
જબરદસ્ત કરંટ લાગવાના કારણે બંનેના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને મૃત્યુ પામેલા બાળકના પિતાએ જણાવ્યું કે, અમદાવાદમાં પહેલા વરસાદમાં સામાન્ય વરસાદના છાંટા પડયા હતા.
જેના કારણે સોસાયટીના ગેટમાં કરંટ આવી ગયો હતો. આ દરમિયાન છોકરાઓ ગેટ ની અંદર આવી રહ્યા હતા કે બહાર જઈ રહ્યા હતા તે ખબર નથી. પરંતુ સોસાયટીના ગેટની અડવાના કારણે અચાનક કરંટ લાગ્યો હતો. ત્યારે મારા દીકરાને જોઈને બાજુવાળા ભાભી તેને બચાવવા માટે ત્યાં દોડી આવ્યા પરંતુ તેઓ પણ ગેટને અડી ગયા હતા.
આ કારણોસર બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
અત્યાર સુધીમાં લગભગ ગુજરાત રાજ્યમાં ચાર જેટલા લોકોએ વીજળી પડવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. હાલમાં ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. લગભગ બે દિવસમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસી જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment