ગુજરાત હાઇકોર્ટે આજે કહી ચૂક્યું છે કે, કોરોના મામલે લોકોને સરકાર પર ભરોસો નથી રહ્યો અને તમારે વિશ્વાસ જગાવો પડશે. ગુજરાતમાં પરિસ્થિતિ દિવસે ને દિવસે વકરતી જાય છે. ગુજરાત કોંગ્રેસે રાજ્યની રૂપાણી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
અને વધતા કોરોના સંક્રમણ ને લઈને કોંગ્રેસે ભાજપને ઓફર આવી છે. ગુજરાતમાં સરકાર ને જ્યાં પણ જરૂર પડે કોંગ્રેસના કાર્યાલય કોવીડ સેન્ટરમાં ફાળવવા કોંગ્રેસ સરકારને તૈયારી બતાવી છે.
ગુજરાત રાજ્યના તમામ કોંગ્રેસ કાર્યાલય કોવીડ સેન્ટર માં ફેરવવા કોંગ્રેસે પહેલ કરી છે.અમિત ચાવડા ગુજરાત સરકારને બાનમાં લેતાં કહ્યું કે, હાલ ગુજરાત સરકારની નીતિ રોમ ભડકે બળતું હોય ત્યારે નીરો વગાડે તેવું છે.
ધૃતરાષ્ટ્ર જેવી ગુજરાત સરકારની નીતિ છે અને રાજ્યની જનતા સાથે ચેડા થઈ રહ્યા છે. કોંગ્રેસે કહ્યું કે, રાજ્યપાલ ને વિનંતી કરી છે તાત્કાલિક તપાસના આદેશ આપે.
24 કલાકમાં રિપોર્ટ આપે અને પ્રજાની સાથે અન્યથા પ્રજાની સાથે રહીને કોંગ્રેસ કાર્યવાહી કરશે. ગુજરાતની જનતાની સાથે ખેલી રહ્યા છે તે કોઈ સંજોગોમાં નહીં ચલાવી લેવામાં આવે.
ભારતમાં કોરોના મહામારી હાલ ચરમસીમાએ પહોંચી રહી છે. દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસો આવી રહ્યા છે જ્યારે 24 કલાકના દૈનિક કેસો એ તો વૈશ્વિક સ્તરે પણ રેકોર્ડ તોડ્યો હતો.24 કલાકમાં કોરોના ના 1.83 લાખ કેસો સામે આવ્યા હતા.
જેને પગલે દૈનિક કેસો બાબતે ભારત વિશ્વમાં અમેરિકા બાદ બીજા તમે પહોંચ્યું છે. ખાસ કરીને હિન્દી ભાષી રાજ્યોમાં કોરોના ના કેસો નો રાફડો ફાટયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment