સ્મશાનમાં નટુકાકાની દિકરી બાધાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, વિડીયો જોઈને તમારી આંખમાંથી પણ આંસુ આવી જશે…

102

ગઈકાલે સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ તારક મહેતામાં નટુકાકા નો રોલ નિભાવતા ઘનશ્યામભાઈ નાયકનું 77 વર્ષની ઉંમરે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. નટુકાકાના પરિવારની વાત કરીએ તો તેમના પરિવારમાં તેમની પત્ની, બે દીકરી અને એક દીકરો છે.

આ ઉપરાંત નટુકાકાના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સમાં સ્મશાન લઈ ગયા હતા. નટુકાકા ના અંતિમ સંસ્કારમાં શ્યામ પાઠક, અસિત મોદી, દિલીપ જોશી, અમિત ભટ્ટ, તન્મય વેકરિયા, શરદ સાંકલા આવ્યા હતા.

અંતિમ સંસ્કાર વખતે તમામ કલાકારો ની આંખમાં આંસુ હતા. બાધો એટલે કે તન્મય વેકરિયા જ્યારે સ્મશાને પહોંચ્યા ત્યારે નટુકાકાની દિકરી બાધાને વળગીને રડવા લાગી હતી.

તે સમયે તન્મય વેકરિયા પણ ખૂબ જ આવું થઈ ગયા હતા અને તેઓ પણ રડવા લાગ્યા હતા અને આ દ્રશ્ય જોઈને આસપાસ ઉભેલા પરિવારના સભ્યો પણ રડવા લાગ્યા હતા..

નટુકાકાની દીકરીને તન્મય વેકરિયા અને પરિવારના અન્ય સભ્યોએ માંડ માંડ શાંત પાડી હતી. આ ઉપરાંત સ્મશાનમાં દિલીપ જોશી સ્વામિનારાયણના બે સંત સાથે આવ્યા હતા.

નટુકાકા ના અંતિમ સંસ્કાર માં આવેલા તમામ લોકોને આંખમાં આંસુ આવી ગયા હતા. નટુકાકાની દીકરીનો રડવા નો આ વિડીયો જોઈને ઘણા લોકોની આંખમાં આંસુ આવી ગયા છે અને ઘણા લોકો તો દંગ થઈ ગયા છે. નટુકાકાના મૃત્યુથી ઘણા લોકોને આઘાત પણ લાગ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!