વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહ જાડેજા પર પોલીસ કર્મી ઉપર ગાડી ચડાવી દઈને તેનો જીવ લેવાના પ્રયાસનો આરોપ યુવરાજસિંહ જાડેજા પર છે. મળતી માહિતી મુજબ ગઈકાલે ગાંધીનગર સેસન્શ કોર્ટમાં યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી પરની સુનાવણી પૂર્ણ થઇ છે.
ત્યારે આજરોજ સાંજે ગાંધીનગર સેસન્શ કોર્ટ યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી પર ચુકાદો સંભળાવશે. ગઈકાલે ગાંધીનગર સેસન્શ કોર્ટમાં યુવરાજસિંહ વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, આ કેસમાં 307 ની કલમ લાગી શકે તેમ નથી. પોલીસે યુવરાજસિંહ પર ખોટો કેસ કર્યો છે.
જેથી યુવરાજસિંહ જાડેજાને જમીન આપવી જોઈએ. ત્યારે સરકારી વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, આ કેસમાં યુવરાજસિંહ જાડેજાને જામીન ન મળવી જોઈએ. 5 એપ્રિલે સચિવાલયના ગેટ પાસે વિધાસહાયક ઉમેદવારોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા.
આ દરમિયાન પોલીસ દ્વારા વિરોધ કરનાર વિદ્યાસહાયકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યારે યુવરાજસિંહ જાડેજા પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે એક પોલીસકર્મી ઉપર ગાડી ચડાવીને પોલીસકર્મીનો જીવ લેવાના પ્રયાસના ગુનામાં યુવરાજસિંહ જાડેજા ની ધરપકડ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટના યુવરાજસિંહ જાડેજાની ગાડી માં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કર્યા બાદ પોલીસે યુવરાજસિંહ સામે 322 અને 307 મુજબ ગુનો દાખલ કર્યો હતો. આજરોજ સાંજે યુવરાજસિંહ જાડેજાની જામીનની અરજી પર કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment