વડોદરામાં દીકરી મીરા સોલંકીના કેસમાં, દીકરી સાથે તિલકવાડા ગયેલો યુવક શંકાના ઘેરામાં આવ્યો, પોલીસે સંદીપના…

વડોદરામાં ગઈકાલે મીરા સોલંકી નામની એક દીકરીનો જીવ લીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. દીકરીનું મૃતદેહ તિલકવાડા માંથી મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર દીકરી વડોદરાના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી હતી. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

વડોદરામાં વધુ એક દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર દીકરી મીરા સોલંકી બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગઈ હતી. મોડી રાત થઈ ગઈ છતાં પણ મીરા ઘરે પરત ન આવી તેથી મીરાના પિતા નિલેશભાઈ સોલંકી માંજલપુર પોલીસ સ્ટેશનમાં મીરા ગુમ થાય છે તેની ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે બીજી બાજુ ગઈકાલે નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશન મથકની હદમાં એક ખેતરમાંથી દીકરી મીરા સોલંકીનું મૃતદેહ જીવ લીધેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મીરાનું ગળું દબાવી અને ડામ દઈને જીવ લઈ લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનામાં મીરા સોલંકીનો મોબાઈલ ફોન મળ્યો નથી. તેનો ફોન ગુમ થયેલો છે. હાલમાં પોલીસ ગુમ થયેલા ફોનની શોધખોળ કરી રહી છે. સમગ્ર ઘટનાને લઇને માંજલપુર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મીરાં સોલંકી બે દિવસ પહેલાં જ્યારે ઘરેથી નીકળી ત્યારે પોતાની પિતરાઇ બહેનને વોટ્સએપમાં મેસેજ કરીને જણાવ્યું હતું કે, હું સંદિપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઈશ.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રેમ પકડના પગલે મીરા સોલંકીનો જીવ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર મીરા સોલંકી જુનાપાદર રોડ ઉપર રહેતા સંદીપ મકવાણા નામના યુવાન સાથે બહાર ગઈ હતી. મળતી માહિતી અનુસાર મીરા સંદીપ મકવાણા સાથે તિલકવાડા તરફ ગઇ હતી.

જેના કારણે સંદીપ મકવાણા શંકાના દાયરામાં આવ્યો છે. આ કારણોસર પોલીસે સંદીપના માતા-પિતા અને પરિવારના ચાર સભ્યોની મોડી રાત સુધી પૂછપરછ કરી હતી. મૃત્યુ પામેલી મીરા સોલંકીના પિતાએ આપેલી અરજીમાં મીરા સંદિપ સાથે ગઈ હતી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*