છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ખેડા જિલ્લામાં બનેલી એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. અહીં પ્રેમી પંખીડાઓએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર ઠાસરામાં પ્રેમીપંખીડાનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. ખેડા જિલ્લાના ઠાસરા માં ગુરૂવારના રોજ પ્રેમી પંખીડાઓએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર દિવ્ય શક્તિ રેસીડેન્સીની સામે રેલવે ટ્રેક નજીક એક ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધીને યુવક અને યુવતીનું મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું.
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બંને યુવક અને યુવતી પંચમહાલ જિલ્લાના રહેવાસી હતા.
મળતી માહિતી અનુસાર એક ખેતરમાં બંને એક ખેતરમાં મજૂરી કામ કરવા આવતા હતા. ત્યારે ત્યાં બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ધીરે ધીરે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. યુવકનું નામ જગદીશ હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. જ્યારે યુવતીનું નામ ટીના હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. બન્નેએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેનું હજુ કોઈ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવક અને યુવતીના મૃત્યુના કારણે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ થયા બાદ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. બંને કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું છે તેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment