ગુજરાતમાં દિવસેને દિવસે સુસાઇડના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહે છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણામાં પ્રેમી-પંખીડાઓએ એક સાથે સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા આજે ભારે અફરાતફરી મચી ગઈ હતી.
વિગતવાર વાત કરીએ તો 20 વર્ષના હર્ષદ નામના યુવક અને 20 વર્ષની લક્ષ્મી નામની યુવતીએ એક સાથે સુસાઇડ કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. હર્ષદ અને લક્ષ્મી બંને સાથે મળીને દુધરેજની કેનાલમાં કૂદી ગયા હતા. પછી બંનેના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા હતા.
આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઘટનાની માહિતી મૃતકોના પરિવારજનોને આપવામાં આવી હતી. આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યાર પછી તો ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંનેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
ત્યારબાદ બંનેની ઓળખની કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યારે જાણવા મળ્યું કે હર્ષદ મનોજભાઈ સીતાપર નામનો યુવક વઢવાણા દૂધની ડેરી નજીક નવા દરવાજા પાસે રહેતો હતો. જ્યારે લક્ષ્મી પ્રહલાદ નંદસરિયા નામની યુવતી તેના પડોશમાં રહેતી હતી.
બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને બંને એક સાથે પોતપોતાનું ઘર છોડીને ભાગી ગયા હતા. પછી પરિવારના સભ્યોએ બંનેની શોધખોળ કરી પરંતુ તેમનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં.
એટલે પરિવારના સભ્યોએ બંનેની ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ દરમિયાન કેનાલમાંથી બંનેના મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment