ગુજરાતમાં અવારનવાર આપઘાતના મામલાઓ સામે આવતા હોય છે ત્યારે હાલમાં સુરત શહેરના અમરોલી વિસ્તારમાં બે સગા ભાઈઓએ આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બંને ભાઈઓ રત્ના કલાકાર તરીકે કામ કરતા હતા
અને તેઓએ અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો છે.બંને સગા ભાઈઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન બંને ભાઈઓનું મૃત્યુ થયું છે. મૃતકો ની ઓળખ હિરેન ચંદુભાઈ સુતરીયા અને પરીક્ષિત ચંદુભાઈ સુતરીયા તરીકે થઈ છે.
તેમના સંબંધીઓએ જણાવ્યું કે બંને ભાઈઓએ હોમ લોન લીધી હતી.આપને જણાવી દઈએ કે આ બંને ભાઈઓએ પોતાના ઘરે જા પગલું ભર્યું હતું અને પરિવારમાં બંને ભાઈની પત્ની અને માતા છે અને તેમના સંબંધીઓ દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે અમને જાણ થઈ ત્યારે અમને આશ્ચર્ય થયું
અને અમારું મન હજુ સુધી માનતું નથી. તેઓએ કહ્યું કે આર્થિક સંક્રામણનું કારણ ન હોઈ શકે પરંતુ હોમ લોન હતી એમને ખબર છે અને બંને ભાઈઓ હીરાની બે અલગ અલગ કંપનીમાં કામ કરતા હતા અને પ્રાથમિક તપાસમાં બંને ભાઈના આપઘાતનું કારણ હોમ લોન કહેવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment