સુરત શહેરમાં દિવસેને દિવસે મહિલાઓની છેડતી ના બનાવો ખૂબ જ વધી ગયા છે. પરંતુ અમુક વખત મહિલાઓ હિંમત બતાવીને છેડતી કરનાર યુવકો પર ભારે પડતી હોય છે. સુરતમાં એક રોમિયોને મહિલાની છેડતી કરવી ભારે પડી ગઈ છે. મહિલાની છેડતી કરનાર યુવકને મહિલાએ રસ્તાની વચ્ચોવચ મેથીપાક ચખાડ્યો છે.
આ મહિલાએ રણચંડીકા બનીને જાહેર રોડ પર ચંપલ વડે રોડ સાઈડ રોમિયોને મેથીપાક ચખાડ્યો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગોડાદરા વિસ્તારના વીડિયોને લઈને પોલીસે પણ હવે આ રોમિયોની શોધખોળ શરૂ કરી છે.
સુરત શહેરમાં મહિલાઓની છેડતીના બનાવ ખૂબ જ વધી ગયા છે. ત્યારે એક યુવકને મહિલાની છેડતી કરવી ભારે પડી ગઈ છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં પસાર થતી એક મહિલાને એક યુવક છેડતી કરી રહ્યો હતો. યુવકની હરકતો જોઈને મહિલાને ખૂબ જ ગુસ્સો આવી જાય છે.
જેના કારણે મહિલા રણચંડીકા બની ગઈ હતી અને ત્યારબાદ મહિલાએ પોતાના ચંપલ વડે છેડતી કરનાર યુવકની જાહેરમાં ધુલાઈ કરી નાખી હતી. મહિલા રોડ ઉપર જ ચંપલ વડે રોમિયોની ધુલાઈ કરી નાખે છે. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
ત્યાં હાજર કેટલાક લોકોએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મહિલાની છેડતી કરવી યુવકને ભારે પડી ગઈ છે. વિડીયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયામાં આ મહિલાની હિંમતના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
ઘટનાને લઈને પોલીસે વીડિયોના આધારે યુવકની પણ શોધખોળ પણ શરૂ કરી છે. આ ઘટનાનો વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર suratupatesofficial નામના પેજમાં શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઇ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં પોતાની અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment