છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરતમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી છે. સુરત શહેરના સીટી લાઈટ વિસ્તારમાં રહેતા હીરાના વેપારીના દીકરાએ સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ હસતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
આ ઘટનાને લઈને કેટલાક લોકો સુસાઇડ ની વાત કરી રહ્યા છે અથવા તો કેટલાક લોકો કહી રહ્યા છે કે બાળક મોબાઇલમાં વ્યસ્ત હતો જેના કારણે તે નવમા માળેથી નીચે પડી ગયો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિનો ધોરણ નવમાં અભ્યાસ કરતો દીકરો અચાનક જ મંગળવારના રોજ પોતાના મકાનના નવમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. નીચે પડતા જ દીકરાના શરીર પર ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું.
દીકરાનું મોત થતા જ રસ્તા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ કિસ્સાને લઈને ઘણી અવારનવાર ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકોનું કેવું છે કે દીકરો મોબાઇલમાં ખૂબ જ વ્યસ્ત હતો અને જેના કારણે તે નવમા માળેથી નીચે પડી ગયો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને ઉમરા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના ગઈ કાલે બપોરના સમયે બની હતી. સુરતના સીટી લાઈવ વિસ્તારમાં રહેતા હીરાના વેપારી જીગરભાઈ વીદાનીનો દીકરો આર્યને ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો. દીકરો શાળાએથી આવ્યા બાદ ઘરે હતો, ત્યારે અચાનક જ નવમા માળેથી તે નીચે પડી ગયો હતો.
જેના કારણે દીકરાના શરીર પર ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ આર્યનને સારવાર માટે પરિવારના સભ્યો હોસ્પિટલને ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આર્યનનું મોત થયું હતું. આર્યન નું મોત થતાં જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. દીકરાએ સુસાઇડ કર્યું છે કે પછી તે આકસ્મિક રીતે ઉપરથી નીચે પડ્યો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment