સુરત શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. બાળકોને રમતા મૂકીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જતા વાલીઓ માટે સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં એક માસુમ બાળકી સાથે કંઈક એવી ઘટના બની કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં બાળકીના પિતા નોકરી ઉપર ચાલ્યા ગયા હતા.
જ્યારે બાળકીની માતા ઘરકામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. આ દરમિયાન બે વર્ષની માસુમ બાળકી રમતા રમતા ચોથા માળેથી નીચે પડી ગઈ હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ માસુમ બાળકોને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.
જ્યાં સારવાર મળે તે પહેલા તો બાળકીનું મોત થઈ ગયું હતું. માત્ર બે વર્ષની ફૂલ જેવી દીકરીનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ ડાંગ જિલ્લાના આહવાના વતની અને હાલમાં પાંડેસરા સ્થિત આનંદ હોમ્સમાં રહેતા સોમેલ દીવાને સંતાનમાં એક પોણા બે વર્ષની ક્રિશા નામની દીકરી હતી.
આજ રોજ સવારે દીકરી ક્રિશા પિતા નોકરી ઉપર ચાલ્યા ગયા હતા. આ દરમિયાન દીકરી ઘરમાં રમતી હતી. ત્યારે દીકરીની માતા પોતાના ઘરકામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. ત્યારે રમતા રમતા બાળકી અચાનક જ ઘરની બારી પાસે પહોંચી ગઈ હતી. બારી પાસે રમતા રમતા દીકરી ચોથા માળેથી નીચે પડી ગઈ હતી. આ કારણોસર દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
આ ઘટના બની ત્યારે ત્યાં હાજર લોકો બાળકીને સારવાર માટે તાત્કાલિક જ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યારે બીજી બાજુ પોતાની ઈજાગ્રસ્ત થયેલી દીકરીને જોઈને માતા હેબતાઈ ગઈ હતી. ત્યાર પછી ઈજાગ્રસ્ત થયેલી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાં સિવિલ હોસ્પિટલમાં બાળકીને સારવાર મળે તે પહેલાં તો તેનું મોત થઈ ગયું હતું. એકની એક લાડલી દીકરીનું મોત થતાં પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment