સુરત શહેરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. સતત આવી ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ત્યારે સુરતના ભટાર વિસ્તારમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. અહીં સિદ્ધિ શેરીમાં રહેતા રોહિત કાલિદાસ રાઠોડ નામના યુવકનું જીવ લઈ લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર રોહિત એક ઝઘડામાં વચ્ચે પડ્યો હતો. ત્યારે ઉશ્કેરાયેલા વ્યક્તિઓએ રોહિત ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઘટનાના આરોપી ની શોધ કોણે શરૂ કરી દીધી છે.
રોહિતના મૃત્યુના કારણે 3 વર્ષની દીકરી અને તેની પત્ની નોંધારા બન્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના લોકોને ન્યાય માટે ગૃહરાજ્યમંત્રીની ઓફિસે પહોંચી રજૂઆત કરી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, રોહિત રાઠોડના પડોશમાં કોઈ કારણોસર ઝઘડો ચાલી રહ્યો હતો.
રોહિતે જોયું કે પડોશમાં ઝઘડો થઈ રહ્યો છે, ત્યારે તે ત્યાં જાય છે અને ઝઘડો કરી રહેલા લોકોને રોકવાનો પ્રયાસ કરે છે. રોહિતે કહ્યું હતું કે ખોટી રીતે મગજમારી ન કરો. મળતી માહિતી અનુસાર આ ઝઘડામાં મહિલાઓ સાથે પણ ઝપાઝપી થઈ રહી હતી. રોહિત આરોપીને સમજાવવા જાય છે. ત્યારે ગુસ્સામાં ભરાયેલા આરોપીએ ધારદાર વસ્તુ વડે રોહિત ઉપર પ્રહાર કર્યા હતા.
આ ઘટનામાં રોહિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. રોહિતના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. રોહિતના પરિવારજનો ન્યાયની અપેક્ષા સાથે રાજ્યના ગૃહ મંત્રીની ઓફિસે પહોંચ્યા હતા.
મૃત્યુ પામેલા રોહિતને ત્રણ વર્ષની દીકરી છે. રોહિતની મૃત્યુના કારણે માત્ર ત્રણ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હવે રોહિત ની પત્નીનો પણ કોઈ સહારો રહ્યો નથી. આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જેને લઈને પરિવારના લોકોએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઓફિસે જઈને રજૂઆત કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment