સુરત શહેરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે સુરતમાં બનેલી વધુ એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ઘનશ્યામ નગર ખાતે નાની એવી વાતમાં અદાવત રાખીને એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, બે દિવસ પહેલા કોસ્મેટીકના વેપારીએ તેની દુકાન પાસે એક યુવકને સિગરેટ પીવાની ના પાડી હતી અને આ બાબત પર ઠપકો પણ આપ્યો હતો.
જેની અદાવત રાખીને તે યુવકે પોતાના ગુંડા તત્વો અને બોલાવીને વેપારી સાથે ગતરોજ ઝઘડો કર્યો હતો. આ દરમિયાન વેપારીના ભાઈ ઉપર ઝઘડો કરવા આવેલા અજાણ્યા શખ્સોએ ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કર્યા હતા અને ત્યારબાદ તેઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આ કારણોસર વેપારીના ભાઈનું કરુણ મોત થયું હતું.આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ બોબી યાદવ હતુ અને તેની ઉંમર 30 વર્ષની હતી. ગઈકાલે મોડી રાત્રે કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ મળીને બોબી યાદવનો જીવ લઇ લીધો હતો.
મળતી માહિતી અનુસાર અજાણ્યા શખ્સો બોબી યાદવ પર પ્રહાર કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ બોબી યાદવને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને સારવાર મળે તે પહેલાં તો તેનું મોત થઈ ગયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સાવ નાની એવી વાતમાં બોબી યાદવનો જીવ લઈ લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ઝઘડો કરવા આવેલા કેટલાક શખ્સો વેપારી સાથે ઝઘડો કરી રહ્યા હતા. ત્યારે વેપારીનો ભાઈ બોબે યાદવ વચ્ચે પડ્યો હતો. આ દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી અને આરોપીઓએ મળીને બોબી યાદવનો જીવ લઈ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment