સુરતમાં બનેલી એક દુખદ ઘટના સામે આવી રહી છે. સુરતના સચિન વિસ્તારમાં એક યુવકનો બીજા માળેથી નીચે પડવાના કારણે મોત થયું છે. યુવક બીજા મળે ધાબાની પાળી ઉપર બેઠેલો હતો, ત્યારે અચાનક જ તેની સાથે કંઈક એવું બન્યું કે યુવક ત્યાંથી નીચે પડી ગયો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેને પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં મૂળ ઉત્તર પ્રદેશનો 35 વર્ષનો ગેંદેલાલ નથુલાલ નામનો વ્યક્તિ ભાડાના મકાનમાં એકલો રહેતો હતો. યુવકના લગ્ન થયા ન હતા અને તેનું પરિવાર વતનમાં રહે છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક કલર ડાયિંગ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાત્રિના સમયે યુવક બિલ્ડીંગના બીજા માળે ધાબાની પાળી પર બેઠેલો હતો. આ દરમિયાન અચાનક જ તેને ચક્કર આવ્યા હતા અને તે બીજા માળેથી નીચે પડી ગયો હતો.
જેના કારણે યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ આસપાસના લોકો યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને એક વ્યક્તિએ જણાવ્યું કે, સમગ્ર ઘટના બની આબાદ 108ની મદદથી યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકે જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે અમુક લોકોના નિવેદન લઇને યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યો હતો. હાલમાં તો આ ઘટનાની જાણ યુવકના પરિવારજનોને કરવામાં આવી છે. યુવકના પરિવારજનો આવ્યા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment