સુરત શહેરની એક દુઃખદાયક ઘટના સામે આવી છે. સુરતમાં દીકરાની સુતકપૂજા પુવૅ જ પિતાનું રહસ્યમય રીતે ત્રીજા માળેથી નીચે પડતા મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોએ જણાવ્યું કે, લક્ષ્મણ ના ઘરે 13 દિવસ પહેલાં જ દીકરાનો જન્મ થયો હતો.
આ ઘટનામાં 13 દિવસના બાળકે પોતાના પિતા ગુમાવ્યા છે. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પોલીસે જણાવ્યું કે આ ઘટના લગભગ રાત્રીના 2 થી 3 વાગ્યાની બની હોઈ શકે.
પોલીસે જણાવ્યા ઘટનાની જાણ થતાં તાત્કાલિક પાંડેસરા જલારામ નગર માં દોડી ગયા હતા ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં 108ની ટીમ પણ હાજર હતી. ત્યાં એક યુવકનું મૃતદેહ જમીન પર પડેલું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ લક્ષ્મણ સિંઘ હતું.
હજુ પણ જાણવા નથી મળ્યું કે લક્ષ્મણ જાતે જ પોતાનો જીવ ગુમાવ્યો છે કે આકસ્મિક રીતે ધાબા પરથી નીચે પડ્યો છે. મળતી માહિતી અનુસાર લક્ષ્મણના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા. તે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે આટલા ડિલિવરીમેન તરીકે કામ કરતો હતો.
તેને એક ત્રણ વર્ષની દીકરી પછી 13 દિવસ પહેલા પુત્રનો જન્મ થયો હતો. મળતી માહિતી અનુસાર લક્ષ્મણ ના ઘરે બુધવારના રોજ સુતક પૂજાની તૈયારીઓ ચાલી રહી હતી. તેના કારણે મોડી રાત સુધી ઘરની મહિલાઓ મહેંદી મુકાવી રહી હતી.
ત્યાં લક્ષ્મણ પણ હાજર હતો. રાત્રિનું ભોજન કર્યા બાદ અંદાજે 11 વાગ્યાની આસપાસ લક્ષ્મણ ધાબા પર સુવા ગયો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું કે ત્યારબાદ શું થયું એ કોઈને ખબર નથી. જ્યારે ગુમ થવા લાગે ત્યારે ખબર પડી કે કોઈનું મૃતદેહ જમીન પર પડેલું છે અને લક્ષ્મણનું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment