હાલમાં સુરત શહેરમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સુરતના ઈચ્છાપોરમાં કવાસ પાટીયા નજીક એક ટ્રક ચાલકે એક વ્યક્તિને કચડી નાખ્યો હતો. અકસ્માતની ઘટના પર આબાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ આસપાસના લોકો અને 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ 108 ની ટીમે CPR આપીને યુવકનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો શ્વાસ પાછો આવ્યો નહીં. યુવકના મોતના કારણે ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ તેના પરિવારમાં માતમ થવાઈ ગયો હતો.
મૃત્યુ પામેલા યુવકનું નામ નરેશકુમાર રામેશ્વર રાવ હતું. તે મૂળ બિહારનો રહેવાસી હતો અને તેની ઉંમર 30 વર્ષની હતી. તેના પરિવારમાં તેની પત્ની અને ત્રણ સંતાનો છે. આ બધા વતન બિહારમાં રહે છે, જ્યારે નરેશ એકલો સુરતમાં રહીને કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર લગભગ 10 દિવસ પહેલા જ ગુરુદેવ ટ્રાન્સપોર્ટ કંપનીમાં નરેશને ડ્રાઇવર તરીકે નોકરી મળી હતી.
મળતી માહિતી અનુસાર ગઈકાલે નરેશ નોકરી પરથી પાર્કિંગ તરફ જતો હતો ત્યારે તેને કાળ પરથી ગયો હતો. મળતી માહિતી અનુસાર એક અજાણ્યા ટ્રક ચાલકે નરેશને કચોરી નાખ્યો હતો અને ત્યારબાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને આ ઘટનાની જાણ 108 ની ટીમને કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો નરેશ નું મોત થઈ ગયું હતું. ત્યારબાદ નરેશને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે પણ તેની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. નરેશના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ ખોવાઈ ગયો હતો. આ ઘટનામાં નરેશનું મોત થતા જ ત્રણ સંતાનો બાપ વગરના થઈ ગયા છે. જાણવા મળી રહ્યું છે કે યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ તેના મૃતદેહને વતન મોકલી દેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment