સુરતમાં આંખોની રોશની વઇ જાય એવો વરઘોડો, કરોડો રૂપિયાની સો જેટલી લક્ઝરી ગાડી સાથે વરરાજા બળદગાડામાં બેસીને ગયા પરણવા, જુઓ વિડિયો

Published on: 2:22 pm, Sun, 26 February 23

સુરતમાં લગ્ન માં કંઈક ને કંઈક નવીન અથવા અલગ જોવા મળતું હોય છે. સુરતના લગ્ન પ્રસંગમાં એક અનોખો વરઘોડો જોવા મળ્યો છે જેની હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે. વરરાજા બળદ ગાડામાં અને તેની આગળ પાછળ સો જેટલી લક્ઝરી ગાડીના કાફલા સાથે વરરાજા નો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

મિત્રો મોટા વરાછા થી ઉત્તરાયણ સુધીના બે કિલોમીટર લાંબા વરઘોડા ને જોઈને તમામ લોકો ચોકી ગયા હતા અને આ વરઘોડો આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું હતું અને પોતાના લગ્ન પ્રસંગ અન્ય કરતાં કંઈક અલગ પ્રકાર ના બનાવવા માટે લોકો અલગ પ્રકારની થીમ કરતા હોય છે અને તે ચર્ચાનો વિષય પણ બનતી હોય છે.

સુરતના ભાજપના પૂર્વ કોર્પોરેટરના દીકરાના લગ્ન ભારે ચર્ચાના વિષય બન્યા છે મિત્રો આપને જણાવી દઈએ કે ભાજપના પૂર્વ કોર્પોરેટર ભરત મોના વઘાસિયા ના પુત્રના લગ્નનો અનોખો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વડરાજાનો તો જોરદાર વટ પાડી દીધો હતો અને 100 જેટલી મોંઘી મોંઘી ગાડી સાથે જાન લઈને વરરાજો પરણવા માટે મંડપ એ પહોંચ્યો હતો અને વરરાજો પોતે જૂની પરંપરા મુજબ બળદ ગાડામાં બેસીને આવ્યો હતો અને મોટા વરાછામાં નીકળેલા આ વરઘોડાને નજર સમક્ષ જોનારા લોકો તો ચોકી ગયા હતા.

મિત્રો મોટા વરાછાના રિવર પેલેસમાં રહેતા પ્રતીક ભરતભાઈ વઘાસિયા ના લગ્ન પ્રસંગે ગુરુવારે અનોખો વરઘોડો નીકળ્યો હતો અને સાંજે 5:00 વાગે વરઘોડો રિવર પેલેસ થી નીકળી ઉત્તરાયણના એક પાર્ટી પ્લોટે પહોંચ્યો હતો અને બે કિલોમીટરનું અંતર કાપી લગ્ન પ્રસંગે પહોંચેલા વરઘોડામાં 100 જેટલી લક્ઝરી ગાડી નો કાફલો જોવા મળ્યો હતો.

જાનમાં ફરારીથી માંડીને મોંઘી મોંઘી ગાડીઓ હતી અને લક્ઝરી ગાડીના કાફલા સાથે વરઘોડો નીકળ્યો હતો અને આ ગાડીના કાફલા વચ્ચે આપણી જૂની પરંપરા કાઠીયાવાડની જૂની પરંપરા બળદગાડામાં એન્ટ્રી થઈ હતી અને આ લગ્નનો વરઘોડો ચર્ચાનો વિષય બન્યો છે અને લગ્નનું આયોજન મિત્રો ખૂબ જ જોરદાર હતું જેમાં મોંઘી મોંઘી ગાડીઓનું સમાવેશ થયો છે અને 50 લાખથી લઈને પાંચ કરોડ સુધીની ગાડીઓ આ વરઘોડામાં સામે હતી.

ભરત વઘાસીયાએ જણાવ્યું કે વરરાજા ને બળદગાડામાં લઈ જવામાં આવ્યો હતો અને આગળ 50 જેટલી ગાડી અને પાછળ 50 જેટલી ગાડીઓ સાથે અમારા દીકરાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને અમારા સૌરાષ્ટ્રમાં પહેલા લગ્ન થતા હતા ત્યારે વરરાજા બળદ ગાડામાં બેસતા હતા એટલા માટે સૌરાષ્ટ્રની પરંપરા જાળવતા અમે વરરાજાને બળદગાડામાં બેસાડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં આંખોની રોશની વઇ જાય એવો વરઘોડો, કરોડો રૂપિયાની સો જેટલી લક્ઝરી ગાડી સાથે વરરાજા બળદગાડામાં બેસીને ગયા પરણવા, જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*