સુરતમાં એક યુવક ઘરેથી માતાને 10 મિનિટમાં આવું એમ કહીને ગયેલા, યુવકનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવ્યો – જાણો સમગ્ર ઘટના

Published on: 10:45 am, Mon, 7 February 22

સુરતમાં રાંદેર પાલનપુર પાટિયા નજીક એક યુવકનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો. તેનું નામ રવિ હતું. મળતી માહિતી અનુસાર રવિ નોકરી પરથી ઘરે આવ્યો અને ત્યાર બાદ તે પોતાની માતા પાસેથી 50 રૂપિયા લઈને 10 મિનિટમાં આવું તેમ કહીને બહાર ગયો હતો.

ત્યારે ધારદાર વસ્તુ વડે તેનો જીવ લઈ લેવામાં આવ્યું હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર થોડાક વર્ષો પહેલાં રવિના પિતાનું મૃત્યુ થયું હતું.

મૃત્યુ બાદ રવિ પોતાની માતાની સાથે રહેતો અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો. તે ઘરનો મોટો દીકરો હોવાના કારણે તેની બધી જવાબદારી તેના પર હતી.

ઉપરાંત રવિને એક નાનો ભાઈ છે. રવિ ની માતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખાનગી હોસ્પિટલમાં તરીકે કામ કરે છે. મળતી માહિતી અનુસાર રવિ પોતાની નોકરી પૂરી કરીને ઘરે આવે છે.

જેથી તે પોતાની માતા પાસેથી 50 રૂપિયા લઈને 10 મિનિટમાં આવું તેમ કહીને નીકળી ગયો હતો. રવિને મોડું થયું તે માટે તેની માતાએ રવિને ફોન કરીને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

થોડીકવાર પછી રવિના મિત્રનો ફોન આવ્યો કે રવિ નો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ સમાચાર સાંભળીને રવિની માતા ભાંગી પડી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં એક યુવક ઘરેથી માતાને 10 મિનિટમાં આવું એમ કહીને ગયેલા, યુવકનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવ્યો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*