છેલ્લા થોડા દિવસોથી જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરતમાં એક યુવાને ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામે રહેતા પરપ્રાંતીય યુવાને તેની પત્ની અને સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
મળતી માહિતી અનુસાર યુવાનની પત્ની અને સાસરિયાઓ દ્વારા રૂપિયાની માંગને લઇને છેલ્લા લાંબા સમયથી યુવાનને ત્રાસ આપવામાં આવતો હતો. આ કારણોસર યુવાન માનસિક રીતે કંટાળી ગયો હતો અને છેવટે તેને ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
યુવાને પોતાનું જીવન ટુંકાવ્યું પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. તેના મૃત્યુના જવાબદાર કોણ છે આ બાબતે યુવાનને વીડિયોમાં કહ્યું હતું. આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે વીડિયોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આ યુવાનની પત્ની અને સાસરીયાઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવાન ડ્રાઇવિંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. યુવાને પોતાના એપાર્ટમેન્ટમાં પોતાની પત્ની, સાસુ-સસરા અને સાળી સાથે રહેતો હતો. છેલ્લા લાંબા સમયથી યુવાનની પત્ની અને સાસરિયા વાળા પૈસાને લઇને યુવાન સાથે માથાકૂટ કરતા હતા.
પૈસાને લઇને યુવાનને અવારનવાર ત્રાસ આપતા હતા. આ બધાથી યુવાન માનસિક રીતે કંટાળી ગયો હતો. પત્ની અને સાસરીયાઓના ત્રાસથી કંટાળીને યુવાને છેવટે પોતાનું જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય કર્યો હતો. 19 ફેબ્રુઆરીના રોજ યુવાન જ્યારે ઘરે એકલો ત્યારે તેને પોતાના ફોનમાં વીડિયો રેકોર્ડ કર્યો હતો.
તેમાં યુવાને જણાવ્યું હતું કે મારી પત્ની અને સાસરિયાઓના ત્રાસથી હું પોતાનું જીવન ટૂંકાવવા જાઉં છું. વીડિયો બનાવીને યુવાને પોતાના મોટાભાઈને whatsapp પર મોકલી દીધો હતો. અને ત્યાર બાદ યુવાને સાયણ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો અને ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મૃત્યુ પામેલા ત્રંબકે હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment