સુરતમાં મહિલા TRB ને કાળમુખા ટ્રેલરે અડફેટમાં લીધી, અને ઘટના સ્થળે જ મહિલાનું…

99

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે અકસ્માતના કારણે ઘણાં લોકો પોતાનો જીવ ગુમાવે છે દેવી જે ઘટના સુરતમાં વરીયાવ છાપરાભાઠા રોડ પર ટ્રેલર એક્ટીવા પર સવાર એક મહિલા TRB અડફેટમાં લીધી હતી અને તે મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. મળતી માહિતી મુજબ આ ટ્રેલર જય મા સંતોષી એજન્સીનું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા TRB ની મહિલાનું નામ પ્રતિ બેન પ્રવીણ ભાઈ ચૌધરી હતું.

આ ઉપરાંત મૃત્યુ પામેલી મહિલાના પિતાનું સાત વર્ષ પહેલાં જ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ મહિલાએ પોતાની નાની બહેન અને માનસિક બીમાર માતાની જવાબદારી ઉઠાવી હતી.

આ મહિલાનું મૃત્યુ થતાં જ પરિવારમાં શોકનું મોજુ વળ્યું છે અને માતા અને બહેન આર્થિક રીતે નબળા પડી ગયા છે. આ અકસ્માત ખૂબ જ ભયજનક હતું જેને જોઈને આસપાસના લોકો પણ ડરી ગયા હતા.

આ ઉપરાંત ટ્રેલરચાલક સંદીપ બંદિની અટકાય જહાંગીરપુરા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામેલી TRB ની મહિલા જવાન ધોરણ 12 સુધીનો અભ્યાસ કરીને TRB ની નોકરીમાં જોડાઈ ગઈ હતી.

મૃત્યુ પામેલી મહિલા દરરોજ પોતાની બહેનપણી સાથે નોકરી માટે નીકળે છે પરંતુ આજના દિવસે તે નોકરી માટે એકલી નીકળી હતી અને તે સમય દરમ્યાન તેમનું અકસ્માત થયું અને ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. સુરતમાં મહિલા TRB ને કાળમુખા ટ્રેલરે અડફેટમાં લીધી, અને ઘટના સ્થળે જ મહિલાનું…

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!