ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. જેમાં કેટલાક લોકોને ઓનલાઇન ફસાવીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં ઓળખીતા વ્યક્તિ દ્વારા પણ કોઈને હનીટ્રેપમાં ફસાવવામાં આવે છે. ત્યારે સુરત શહેરમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં સુરતમાં એમ્બ્રોડરીના કારખાના માલિકને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા છે. તને લઈને વિગતવાર વાત કરીએ તો સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં રહેતા અને એમ્બ્રોડરીના કારખાનું ચલાવતા વેપારીને વર્ષ 2016 માં ભાવનગરની અંદર એક હીરાનું કારખાનું હતું. ત્યારે ભાવનગરની અંદર વેપારીને હર્ષા જોશી નામની મહિલા સાથે સંપર્ક થયો હતો.
હર્ષા જોશીનો પતિ કંઈ કામ કરતો ન હતો અને નવરો રખડતો હતો. જેથી હર્ષા જોશીએ પોતાના બેકાર હોવાની વાત વેપારીને કરી હતી. ત્યારબાદ વેપારીએ હર્ષા જોશી ઉપર દયા બતાવીને તેના પતિને નોકરી પર રાખ્યો હતો. ત્યારબાદ વેપારી અને હર્ષા જોશીની મિત્રતા ખૂબ જ વધી ગઈ હતી. વેપારી અવારનવાર હર્ષા જોશીના ઘરે અવરજવર કરતો રહેતો હતો.
ધીમે ધીમે વેપારી અને હર્ષા જોશીની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. બાદ બંને એકબીજાની સહમતિથી શ-રીર સંબં-ધ પણ બાંધ્યા હતા. ત્યારે હર્ષા જોશી અને તેના પતિ પરેશ જોષીએ મળીને વેપારીને ફસાવવાનો પ્લાન બનાવ્યો હતો. પોતાના બનાવેલા પ્લાનના આધારે હર્ષા જોષીએ એક દિવસ વેપારીને મજાક કરવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો.
વેપારી અને હર્ષા જોશી મજા કરી રહ્યા હતા, ત્યારે બંનેના અંગત પળો માણતો વિડીયો પરેશ જોષીએ બનાવી લીધો હતો. ત્યાર પછી આ વિડીયો બતાવીને બંને વેપારીને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર પછી પરેશ જોશી વેપારીને કહેતો હતો કે “તે મારી પત્ની સાથે ગંદુ કામ કર્યું છે”. એમ કહીને વિડીયો વાયરલ કરવાની વેપારીને ધમકી આપતો હતો અને વેપારી પાસેથી 5 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા.
વેપારીએ પૈસા આપ્યા છતાં પણ આરોપીઓએ વિડીયો ડીલીટ કર્યો ન હતો. થોડાક સમય બાદ વેપારી પોતાના પરિવાર સાથે સુરત રહેવા આવી ગયા હતા. ત્યારે હર્ષા જોશી એ વેપારીને ફોન કરીને કહ્યું હતું કે જૂનું બધું ભૂલી જાવ અને નવેથી શરૂઆત કરીએ. ત્યારબાદ બંને ફરીથી પ્રેમ ભરી વાતો શરૂ કરી દીધી હતી અને એકાંતા માણી હતી. થોડાક દિવસ બાદ મહિલાનો પતિ વેપારીને ત્યાં આવે છે અને મન ફાવે તેવું બોલવા લાગે છે અને વેપારીનો જીવ લેવાની ધમકી આપે છે.
પછી બંને ફરીથી વેપારીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. બંને વેપારી પાસેથી પૈસા ઉપરાંત કપડાં, મોબાઈલ, ઘરવખરી નો સામાન અને દાગીના પણ વસૂલ કરવા લાગ્યા હતા. આટલો જ નહીં પરંતુ વેપારીએ એક ફ્લેટ બુક કરાવ્યો હતો તે પણ આરોપીઓએ પડાવી લીધો હતો. આ બધાથી કંટાળીને આખરે વેપારીએ હર્ષા જોશી અને તેના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment