સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક વાહનને ‘ટો’ કરવામાં આવ્યું, ત્યારબાદ થયું એવું કે…જુઓ વિડિયો.

118

હાલમાં સોશિયલ મીડિયામાં અવારનવાર બનાવ બની રહ્યા છે. સોશિયલ મીડિયામાં તમે જોયા હશે કે ઘણી વખત પોલીસ અને જનતા વચ્ચે માથાકૂટ થઇ જાય છે એવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ સમગ્ર ઘટના સુરતની છે.

સુરતમાં પોલીસ કર્મી અને વાહનચાલક વચ્ચે માથાકૂટ ના દૃશ્યો સામે આવ્યા હતા. મળતી માહિતી મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન એક વાહન ચાલકનું બાઈક પણ તો કરવામાં આવ્યું હતું.

જેને લઇને પોલીસ અને વાહન ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં પોલીસ દ્વારા બાઇક ચાલકની અટકાયત કરતા બાઈકચાલક ઉગ્ર બન્યો હતો. અને પોલીસ સાથે માથાકૂટ કરી હતી.

આ ઉપરાંત પોલીસના એક ઉચ્ચ અધિકારીને થપ્પડ પણ મારી દીધી હતી. તેમ છતાં પણ પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ પોતાની કાર્યવાહી શરુ રાખી.

પોલીસ દ્વારા આ વ્યક્તિને મહા મહેનત બાદ પોલીસની ગાડીમાં બેસાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થાનિક લોકો પણ પોલીસ પર બૂમાબૂમ કરી રહ્યા હતા. આસપાસના લોકો પણ બાઈક ચાલક વ્યક્તિના તરફેણ થી બુમો પાડતા જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત ટ્રાફિક પોલીસની કામગીરીને લઇને અવાર-નવાર ઉઠી રહ્યા છે. રાજ્યની જનતા કોરોનાની મહામારી માં કંટાળી ગઈ છે ત્યારે વાહન તો કરીને 700થી વધારે દંડ ફટકારીને લોકોના ખિસ્સા ખાલી કરવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!