સુરતમાં બે વર્ષનો માસૂમ બાળક રમતા રમતા આઠમાં માળેથી નીચે પડતાં બાળકનું મૃત્યુ…જુઓ લાઇવ ઘટનાનો વીડિયો…

92

સુરતમાં(Surat) હૃદય કંપાવી નાખે તેવી એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારની આ સમગ્ર ઘટના છે. કતારગામ(Katargam) વિસ્તારમાં આવેલા લક્ષ્મી રેસીડેન્સી ના આઠમા માળેથી બે વર્ષનો બાળક નીચે પડતાં બાળકનું કરૂણ મૃત્યુ થયું છે.

અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ફ્લેટના આગળના પેસેજ માં બાળક ગ્રીલ પાસે રમતો હતો. ત્યારે બાળક નીચે પડે છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી રેસીડેન્સી ના આઠમા માળે ફ્લેટના પેસેજમાં એક બાળક રમી રહ્યો હતો. તે દરમિયાન બાળક રમતો રમતો ગ્રીલ પર ચડ્યો હતો અને ગ્રીલ પર ચડીને નીચે જઇ રહ્યો હતો.

તે દરમિયાન બાળક પોતાનું સંતુલન ગુમાવે છે અને બાળક આઠમાં માળેથી નીચે પડે છે તે કારણોસર બાળકનું મૃત્યુ થાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક ગ્રીલ પર ચડીને રમી રહ્યો છે તથા પણ આસપાસ કોઈપણ પરિવારનું સભ્ય દેખાઈ રહ્યું નથી.

આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. આ સમગ્ર ઘટના બનતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આ સમગ્ર ઘટનાને લઇને કતારગામ પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

તો તમે કોઈપણ મોટા ફ્લેટમાં રહો છો અને તેમાં આ પ્રકારની ગ્રીલ હોય તો માતા-પિતા અને ભજનના નિખિલ ફીટ કરાવી દેવી જોઈએ. જેથી કરીને ત્યાંથી કોઈ નાની વસ્તુઓની નીચે ન પડે. સુરત નાના બાળકોના દરેક માતા-પિતા માટે આ એક ચોંકાવનારો કિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!