સુરતમાં બે વર્ષનો બાળક મોબાઇલમાં કાર્ટૂન જોતો જોતો પડી ગયો ચોથા માળેથી નીચે, બાળકનું મૃત્યુ – જુઓ ઘટનાનો લાઇવ વિડિયો

124

સુરત(ગુજરાત): સુરત(surat) શહેરમાં એક ચોંકાવનારી ઘટના નો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત(Limbayata) વિસ્તારમાં આવેલા પ્રતાપ નગર ના એક એપાર્ટમેન્ટમાં એક બે વર્ષનો માસૂમ બાળક ચોથા માળેથી નીચે પડ્યો છે.

મળતી માહિતી મુજબ શનિવારના રોજ સાંજે બે વર્ષનો બાળક મોબાઇલમાં કાર્ટૂન જોતો જોતો બારીમાંથી નીચે પડી ગયો હતો. અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ વસીમ અન્સારી શનિવારના રોજ નોકરીએ ગયા હતા.

અને તેમની પત્ની અને તેમનો બે વર્ષનો માસુમ બાળક ઘરે હતા. ત્યારે બાળકની માતા વોશરૂમમાં જાય છે. અને થોડીક વાર બાદ માતા જ્યારે બહાર આવે છે ત્યારે બેડ પર બાળકને ન જોતાં બાળકની શોધખોળ શરૂ કરે હતી.

જ્યારે બાળકની માતાની નજર બારીમાં પડી ત્યારે નીચે લોકોની ભીડ થઈ ગઈ હતી તે માટે માથા નીચે ગઈ ત્યારે આસપાસના લોકોએ કહ્યું કે બાળક નીચે પડ્યો તે કારણોસર મોરલા નો છોકરો બાળકને હોસ્પિટલ લઈ ગયો છે.

આ વાત જાણીને બાળકની માતા ના હોશ ઉડી ગયા અને તે પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ બાળકનું નામ વારીશ છે.

બાળકને હોસ્પિટલમાં 55 કલાકે રાખવામાં આવ્યો અને બાળકની સારવાર માટે 50 હજાર નો ખર્ચો થયો તેમ છતાં પણ બાળક બચી શક્યો નહીં. એટલા જ માટે બાળકને કોઈ દિવસ ઘરે એકલા મૂકીને ન જવું જોઈએ અને જ્યારે બાળક ઘરમાં હોય ત્યારે ઘરનાં બારી-બારણાં પણ બંધ રાખવા જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!