સુરતમાં બનેલી સુસાઇડની અને જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક મહિલાએ પોતાની દીકરીનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું છે. જાણવા મળી રહ્યું છે કે માતાએ સૌપ્રથમ પોતાની ત્રણ વર્ષની દીકરીનું ગળુ દબાવી દીધું અને પછી પોતે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે માતા પોતાની અને પોતાની દીકરીની બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું છે.
આ ઘટના બનતા જ મૃતકના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ ઉતરાણ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે માતા અને દીકરીના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિગતવાર વાત કરી હતી સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા શિવાન્તા બિલ્ડિંગમાં રહેતા કેયુરભાઈ કથેરીયા કન્સ્ટ્રક્શનનું કામ કરે છે.
કેયુરભાઈ અહીં પોતાના પરિવાર સાથે રહે છે. શનિવારના રોજ બપોરના સમયે ઘરે કોઈ ન હતું, ત્યારે કેયુરભાઈની પત્ની રીંકલ કથેરીયાએ તેની ત્રણ વર્ષની દીકરી વિવા કથેરીયાનો જીવ લઇ લીધો હતો અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના બની ત્યારે રીંકલનો પતિ કન્સ્ટ્રક્શનનું કામ હોવાના કારણે બહારગામ ગયો હતો. તેમનો દિયર મેડિકલની દુકાન ચલાવતો હોવાથી તે પણ ઘરે ન હતો અને તેના સસરા નોકરી પર હોવાથી તે પણ ઘરે ન હતા.
જ્યારે રીંકલબેનના સાસુ મંદિરે પૂજા હોવાથી બહાર ગયા હતા. સમગ્ર ઘટના બની ત્યારે ઘરે રીંકલબેન અને તેમની ત્રણ વર્ષની દીકરી જ હતી. પછી રીંકલબેનએ પોતાની ત્રણ વર્ષની દીકરી નું ગળું દબાવીને તેનો જીવ લાવી લીધો અને પછી પોતે પણ ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે રીંકલબેનના સાસુ પૂજામાંથી ઘરે આવ્યા ત્યારે તેમને પોતાની વહુ અને પૌત્રીનું મૃતદેહ જોયું હતું.
ત્યારબાદ તેમને આ ઘટનાની જાણ તાત્કાલિક પોતાના પરિવારના સભ્યોને કરી હતી. જેથી તેઓ તરત જ ઘરે આવી ગયા હતા. ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પછી તો ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃત્યુ પામેલી માતા અને ત્રણ વર્ષની દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે માતા અને દીકરી બીમારીથી પીડાતા હતા.
જેથી બીમારીથી કંટાળીને માતાએ પોતાની દીકરીનો જીવ લઈને પોતે સુસાઇડ કર્યું હતું. પોલીસ પાસેથી મળતી પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, ત્રણ વર્ષની દીકરી જ્યારે જન્મી ત્યારથી જ તેને કિડનીની બીમારી હતી. જ્યારે રિંકલબેન કથેરીયા ને છેલ્લા ઘણા સમયથી પિતની બીમારીથી પીડાઈ રહ્યા હતા. બંનેની ડોક્ટરની દવા ચાલુ હતી પરંતુ બીમારીથી હાથ મળતી ન હતી. છેવટે માતાએ બીમારથી કંટાળીને પોતાની દીકરીનો જીવ લઈને સુસાઇડ કર્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment