સુરત(Surat): જિલ્લાના કડોદરામાં(Kadodara) 18 તારીખના રોજ બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક હેવાન બાપે પોતાની જ દીકરીનો જીવ લઈ લીધો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ધાબા ઉપર નહીં પરંતુ ઘરમાં સુવાની બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.
નાની એવી વાતમાં થયેલા ઝઘડાના કારણે જુવાનજોધ દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ધાબા ઉપર નહીં પરંતુ ઘરમાં ઊંઘવા ઈચ્છતા શેતાન બાપે ધારદાર વસ્તુઓ લઈને પોતાની દીકરી ઉપર 25 વખત પ્રહાર કરીને દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આખો પરિવાર દીકરીને બચાવવા માટે આરોપી બાપને રોકે છે. પરંતુ પાગલ બનેલા બાપે કોઈની વાત સાંભળી નહીં અને માસુમ દીકરીનો જીવ લઈ લીધો.
સમગ્ર ઘટના સ્થળે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિગતવાર વાત કરીએ તો પલસાણા તાલુકાના સત્યમનગરમાં રામાનુજ નામનો વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહેતો હતો. ઘટનાના દિવસે ધાબા ઉપર સુવા જવાની બાબતમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા રામાનુજને ધારદાર વસ્તુ વડે પોતાની પત્ની ઉપર પ્રહાર કર્યા હતા.
આ દરમિયાન પોતાની માતાને બચાવવા માટે 19 વર્ષની દીકરી ચંદાકુમારી વચ્ચે પડી હતી. ત્યારે શેતાન બાપે પોતાની જ દીકરી ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને દીકરીનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ આરોપી બાપ ફરાર થઈ ગયો હતો. પરંતુ વડોદરા પોલીસે કડોદરા તરફ જતા રોડ ઉપરથી આરોપી બાપને પકડી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ઘટનાના દિવસે રાત્રે 11:00 વાગ્યાની આસપાસ પરિવાર જમીને બેઠું હતું. આ દરમિયાન આરોપી રામાનુજનની પત્ની રેખા દેવી એ કહ્યું હતું કે, ગરમી નો સમય છે આજે આપણે પરિવાર સાથે ધાબા ઉપર સુવા જઈશું. આવું કહેતા જ પતિએ ધાબા ઉપર સુવા નથી જવાનું આપણે બધા ઘરમાં જ સૂઈ જઈશું એવું કીધું હતું. આ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો.
સુરતમાં સાવ નાની એવી વાતમાં ઝઘડો થતાં, બાપે પોતાની 19 વર્ષની દીકરી ઉપર 25 વખત છરી વડે ઘા કરીને દીકરીનો જીવ લઈ લીધો… જો હિમ્મત હોય તો જ આ વિડીયો જોજો… pic.twitter.com/eZmoOwP2qh
— GUJJU ROCKZ (@gujju_rockz) May 21, 2023
ત્યારે ગુસ્સામાં ભરાયેલા રામાનુજને તેની પત્નીને કહ્યું હતું કે મારી સાથે વધારે જીવા જોડી કરતી નહીં નહિતર તમારા બધાનો જીવ લઈ લઈશ. ઝઘડો થયા બાદ રામાનુજન ઘરની બહાર ચાલ્યો ગયો હતો. થોડીક વાર પછી એક ધારદાર વસ્તુ લઈને તે ઘરે આવ્યો હતો અને પોતાની પત્ની ઉપર પ્રહાર કર્યા હતા. ત્યારે માતાને બચાવવા માટે દીકરી વચ્ચે પડી હતી. આ દરમિયાન આરોપી બાપે પોતાની દીકરી ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment