સુરતમાં દારૂ પીધેલા કારચાલકે રસ્તાની બાજુમાં ઊભેલા બાઇકચાલકને મારી ટક્કર, એકનું મૃત્યુ

Published on: 10:24 am, Wed, 1 September 21

રાજ્યમાં દારૂ પીને કાર ચલાવતી વખતે થતા અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે. ત્યારે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ નવસારીમાં આરક સિસોદ્રાથી પલસાણા જતા રોડ ઉપર સુરતના ચાર યુવકો દારૂ પીને પોતાની કારને પુરી ઝડપથી ચલાવી રહ્યા હતા.

ત્યારે રસ્તાની બાજુમાં ઉભેલા એક બાઇકને ઉડાવી દીધી હતી. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને નશામાં રહેલા 3 યુવકોને પકડી પાડયા હતા અને 1 યુવક ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર બાઈક પર સવાર વિજયભાઈ મગનભાઈ જણાવ્યું કે તેમની બાઈક ઉપર તેમના મિત્ર હરેશભાઈ ત્રીકમભાઈ આંબલીયા સાંજે રસ્તાની બાજુમાં ઊભા હતા.

ત્યારે ફુલ ઝડપથી આવેલી એક કારણ તેમની બાઇકને ટક્કર મારી હતી અને હરેશભાઈ ને ઇજા પહોંચવાના કારણે તેમનું મૃત્યુ ઘટનાસ્થળે જ થયું હતું.

પ્રાથમિક તપાસ અનુસાર કારમાં સવાર દારૂ પીધેલા ચારેય યુવકો ના નામ સામે આવે છે. જેમાં એકનું નામ અરૂણભાઇ સોજીત્રા (લિલિયારોડ અમરેલી ના રહેવાસી), જગદીશભાઈ ઝીણાભાઈ કાનાણી (પુણાગામ સુરત ના રહેવાસી)

અરૂણભાઇ મનોજભાઈ ખુરાના (અડાજણ પાલ સુરત ના રહેવાસી), આ ઉપરાંત ઘટનાસ્થળેથી રફુચક્કર થયેલા ઘનશ્યામભાઈ વેકરીયા ( યોગીચોક સુરત ના રહેવાસી) દારૂ પીને કાર ચલાવી રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!