સુરતમાં નશાની હાલતમાં 54 વર્ષના આધેડ પાણી સમજીને કંઈક એવી વસ્તુ પી લીધી કે…વ્યક્તિનું તડપી-તડપીને કરુણ મોત… આખી ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

સુરતમાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે. મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો નશાની હાલતમાં શું કરતા હોય છે તે તેને પણ ખબર રહેતી નથી. ત્યારે સુરતમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં નશાની હાલતમાં એક મોટી ઉંમરના વ્યક્તિએ પાણી સમજીને કંઈક એવી વસ્તુ પી લીધી કે વ્યક્તિનું મોત થયું છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના સુરતના કડોદરા વિસ્તારમાં બની હતી. અહીં 54 વર્ષના એક વ્યક્તિએ નશાની હાલતમાં પાણી સમજીને કંઈક એવી વસ્તુ ગટગટાવી કે પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. વિગતવાર વાત કરીએ તો સુરત શહેરના કડોદરા વિસ્તારમાં રહેતા 54 વર્ષના અમૃત પાટીલ નામના વ્યક્તિને દારૂની લત લાગી ગઈ હતી.

ત્યારે અમૃત પાટીલને નશો કરવાની લતે મોત સાથે ભેટો કરાવી દીધો છે. મળતી માહિતી અનુસાર અમૃત પાટીલે નશાની હાલતમાં પાણી સમજીને એસિડ પી લીધું હતું. એસિડ પીધા બાદ થોડીક જ સમયમાં અમૃત પાટીલ બેભાન થઈને ઢળી પડ્યા હતા. ત્યાર પછી તો પરિવારના લોકો તાત્કાલિક અમૃત પાટીલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

અહીં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન અમૃત પાટીલનું મૃત્યુ થયું હતું. પરિવારના મોભીનું મોત થતા જ પરિવારના લોકો ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયા ટીમે મૃત્યુ પામેલા અમૃત પાટીલના સ્વજન સાથે પણ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને આખી ઘટના કેવી રીતે બની તેના વિશે જણાવ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મિત્રો જો તમારી આસપાસ પણ કોઈ વ્યક્તિ નશાની લતમાં લાગી ગયું છે.

તો તેને ગમે તેમ કરીને નશાની લતમાંથી દૂર કરો. કારણકે નશો એક એવી વસ્તુ છે કે જેની પાછળ વ્યક્તિ ગમે તે કરી શકે છે. નશાના કારણે મિત્રો અત્યાર સુધીમાં ઘણા હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે. જો કોઈપણ વ્યક્તિને નશાની લત હોય તો એક વખત પોતાના પરિવારજનો અને બાળકોનું જરૂર વિચારજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*