સુરતમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા કેવલ આવાસમાં રહેતી 27 વર્ષની મહિલાએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ ચાંદની સંતોષકુમાર મોરિયા હતું. મહિલાએ ગતરોજ સાંજે પોતાના ત્રણ વર્ષના બાળકને દૂધ પીવડાવીને સુવડાવી પોતાની રૂમ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો.
આ ઘટના બનતા જ ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એક રૂમમાં મહિલાએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું અને બીજી રૂમમાં બાળક રડી રહ્યો હતો.
મળતી માહિતી અનુસાર જ્યારે મહિલાના પરિવારજનેજણાવ્યું કે, સાંજે જોબ પરથી ઘરે આવ્યો ત્યારે ઘરની જાળી અંદરથી બંધ હતી અને અંદરથી જોરજોરથી બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. ત્યારે પરિવારજને મહિલાને બૂમ પાડીને બોલાવે છે પરંતુ કોઈ સાંભળતું નથી.
અંતે મહિલાના પરિવારજને પડોશીઓની મદદથી ઘરની જાળી તોડીને ઘરની અંદર ગયા ત્યારે લટકતી હાલતમાં મહિલાનો મૃતદેહ જોવા મળ્યું હતું અને બીજી રૂમમાં બાળક રડી રહ્યો હતો. ત્યારબાદ તેઓએ ચાંદી ને નીચે ઉતારી અને 108ને બોલાવી.
પરંતુ 108 ટાઈમ પર ના આવી તેથી ચાંદનીને રિક્ષામાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે નીકળ્યા ત્યારે 108 ક્યાં આવી પહોંચી હતી. ત્યારબાદ 108ની મદદથી ચાંદનીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પતિ નું કહેવું છે કે, લગ્નના ત્રણ વર્ષ થઈ ચૂક્યા છે પરંતુ તેણે કોઈને કહ્યા વગર કશું વિચાર્યા વગર આ પગલું ભરી લીધું એ અમને સમજાતું નથી. તેને મારું નહીં તો બાબુ વિશે પણ નહીં વિચાર્યું.
મહિલાના બાળકનુ નામ બાબુ છે. બાબુ માત્ર ત્રણ મહિનાનો જ છે. મહિલાના આ પગલું ભરવાના કારણે ત્રણ વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે. ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મહિલાએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યુ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment