આપણને બધાને ખબર છે કે માતા-પિતાનું મૃત્યુ થાય ત્યારે તેમના અંતિમ સંસ્કાર તેમના દીકરા જ કરતા હોય છે. પરંતુ અમુક લોકોને દીકરા હોતા નથી તેના અંતિમસંસ્કાર તેમની દીકરીઓ કરે છે. પરંતુ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે.
આ કિસ્સો ઓડિશાના પુરીનો છે. અહીં એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું અને મૃત્યુ પામેલી મહિલાના બે દીકરા અને ચાર દિકરીઓ હતી. મહિલાના બે દીકરા હોવા છતાં પણ અંતિમ સંસ્કાર દરમિયાન ચાર દીકરીએ પોતાની માતાને કાંધ આપીને અંતિમ સંસ્કાર કર્યા હતા.
બધી માહિતી અનુસાર માતાનું મૃત્યુ થયું છતાં પણ તેના બે દીકરાઓ અંતિમ સંસ્કારમાં ન આવ્યો. પરંતુ માતાના મૃત્યુની જાણ થતા તેમની ચાર દિકરીઓ અંતિમ સંસ્કારમાં આવી પહોંચી હતી.
ત્યારબાદ દીકરીઓએ આજુબાજુમાં રહેતા લોકોના મદદથી માતાના મૃતદેહને ચાર કિલોમીટર દૂર સ્મશાન સુધી ખંભો આપીને માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. મૃત્યુ પામેલી મહિલાના બે દીકરા હતા પરંતુ એક પણ દીકરો પોતાની માતાને રાખવા તૈયાર ન હતો.
એટલું જ નહીં પરંતુ આ બંને કપાતર દીકરાઓ પોતાની માતાના અંતિમ સંસ્કારમાં પણ ના આવ્યા. મળતી માહિતી અનુસાર બંને દીકરાઓ છેલ્લા દસ વર્ષથી પોતાની માતાને સાથે ન રાખતા હતા.
જ્યારે પિતાનું મૃત્યુ થાય ત્યારે માતા એ બંને દીકરાઓને મોટા કર્યા પરંતુ જ્યારે માતા ને લખવાનો સમય આવ્યો ત્યારે બંને દીકરાઓ માંથી એક પણ દીકરા એ પોતાની માતાને રાખી નહીં. એટલું જ નહીં પરંતુ પોતાની માતા મૃત્યુ પામી ત્યારે પણ બંને કપાતર દીકરો માતાના અંતિમ સંસ્કારમાં પણ ન આવ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment