આજકાલ સોશિયલ મીડિયા પર બાગેશ્વર ધામના(Bageshwar Dham) ધીરેન્દ્ર શાસ્ત્રીના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ(Dhirendra Shastri) સોમનાથની(Somnath) મુલાકાત લીધી ત્યારે આ દરમિયાન તેમની સાથે કિર્તીદાન ગઢવી(Kirtidan Garhvi) પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં યોજાયેલ દિવ્ય દરબારમાં શાસ્ત્રીજીએ કિર્તીદાન ગઢવી પ્રત્યે ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો.
તેમણે ગીતના વખાણ કર્યા હતા અને બાગેશ્વર ધામ આવવાનું પણ આમંત્રણ આપ્યું હતું. હાલમાં ફરી એક વિડીયો વાયરલ થયો છે અને આ વીડિયોમાં જોઈ શકો છો કે કિર્તીદાન ગઢવી એ રંગ જમાવી દીધો હતો. સુરતમાં યોજાયેલ દિવ્ય દરબારમાં શાસ્ત્રીજીએ કહ્યું હતું કે કિર્તીદાન ગઢવી તુમ્હારા હર હર ભોલા વાલા ભજન બહોત અચ્છા લગતા હૈ.
આખરે કિર્તીદાન ગઢવીએ આ ભજન ગાયું પણ હતું અને શાસ્ત્રીજી સ્ટેજ પર ઊભા થઈ ગયા હતા. ખરેખર કિર્તીદાન ગઢવી નું સદભાગ્ય કે તેમને શાસ્ત્રીજીના આશીર્વાદ મળ્યા. સોમનાથ મહાદેવના મેરુ પર્વત સમાન શિખરના દર્શન કરીને કિર્તીદાન ગઢવીએ મહાદેવને યાદ કરીને સૌ કોઈને મહાદેવમાં લીન કર્યા હતા.
કિર્તીદાન ગઢવી એ પોતાના જ સ્વરમાં ગાયું કે, સોમનાથ મહાદેવ ભોળીયા કરું તમારી સેવા જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી, સોમનાથ મહાદેવ ભોળીયા કરુ તમારી સેવા, જટામાં વસે માત ગંગેવ પતીતને પાવન કરતી પાર્વતી ના પતિ ખોડલે રમે ગુનનો પતિ, જાપ નીત જપે જતી ને સતી, આરતી રોજ ઉતરતી, હર હર મહાદેવ ભોળિયા, હર હર મહાદેવ, હર હર મહાદેવ ભોળિયા, હર હર મહાદેવ. બાબા બાગેશ્વર ધામના મહંત શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીની સોમનાથ મુલાકાત ખૂબ જ યાદગાર રહી છે.
View this post on Instagram
સોમનાથ દર્શન દરમિયાન સંકલ્પ કર્યો કે તેઓ ત્રિવેણી ઘાટ સમીપે હોસ્પિટલના લાભાર્થે હનુમાન કથા કરશે. આ ભગીરથ કાર્યમાં કિર્તીદાન ગઢવી તેમજ અન્ય ભક્તોજનો સાથ સહકાર આપશે, હાલમાં તો સોશિયલ મીડિયામાં કિર્તીદાન ગઢવી નો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોને પણ આ વિડીયો એટલો પસંદ આવી રહ્યો છે કારણ કે તેમને ભોળાનાથની ભક્તિના સૂર રેલીને રંગ જમાવી દીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment