શિમલામાં જોતજોતામાં તો 8 માળની બિલ્ડિંગ થઈ ધરાશાઈ…જુઓ વિડિયો…

79

હિમાચલ પ્રદેશની(Himachal Pradesh) રાજધાની શિમલામાં(Shimla) આઠ માળની બિલ્ડિંગ ધરાશાયી થવા નો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર શીમલાના ઘોડા ચોકમાં ભારે વરસાદના પગલે 8 માળની બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. જ્યારે બિલ્ડિંગ ધરાશાયી(The building collapsed) થઇ ત્યારે બિલ્ડીંગની સાથે બે માળનું એક મકાન પડી ગયું હતું.

આ ઉપરાંત અન્ય એક મકાનની દિવાલ પણ તૂટી ગઈ હતી. સારી વાત એ છે કે પ્રશાસન દ્વારા આઠ માળની ઇમારત બપોરના સમયે જ ખાલી કરાવી દેવામાં આવી હતી. શિમલામાં છેલ્લા થોડાક દિવસથી સતત વરસાદ પડવાના કારણે પ્રશાસન દ્વારા અનેક વિસ્તારોને ડેન્જર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

જેમાં આ ઈમારતનો પણ સમાવેશ થયો હતો. ભારત ગમે ત્યારે નીચે પડી જાય તેવી હાલતમાં હતી. તે માટે પ્રશાસન દ્વારા બપોરના સમયે જ ઈમારત ખાલી કરાવી દેવામાં આવી હતી. ત્યારે ગઇકાલે સાંજના સમયે અચાનક જ ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી.

ત્યાર બાદ રાહત કાર્ય શરૂ થઇ ગયું હતું. જ્યારે આ ઇમારત નીચે પડી ત્યારે આસપાસની બેથી ત્રણ ઇમારતને પણ નુકસાન પહોંચ્યું હતું. બિલ્ડીંગ ધરાશાયી થતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જોતજોતામાં તો પત્તાના મહેલની જેમ બિલ્ડીંગ કાટમાળમાં ફેરવાઇ ગઇ હતી. ધરાશાયી થયેલી બિલ્ડીંગ પાસે વધુ એક સાત માળની બિલ્ડિંગ આવેલી છે.

તે બિલ્ડીંગ પણ પ્રશાસન દ્વારા ખાલી કરાવી દેવામાં આવી છે મળતી માહિતી અનુસાર તે બિલ્ડિંગની અંદર 12 પરિવાર ભાડે રહેતા હતા. તેઓને આજુબાજુના પોતાના સંબંધીઓ ના ઘરે મોકલી દીધા. ત્યારબાદ બીમારી ને બચાવવા માટે પ્રશાસન દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!