સાપુતારામાં સાઈડમાં ઉભેલી કારને બેકાબૂ ટ્રકે ટક્કર લગાવતા અકસ્માત, ટ્રક પલટી ખાઈ ગયો…

સાપુતારા(ડાંગ): રાજયમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે ડાંગ(Dang) જિલ્લાના સાપુતારા(Saputara) ઘાટમાર્ગમાં અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આજરોજ ડુંગળીનો જથ્થો ભરેલા એક બેકાબૂ ટ્રકે રોડની સાઈડમાં ઉભેલી વેગેનાર કારને ટક્કર લગાવી હતી અને ટ્રક પલટી ખાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ MH 15 BJ 4916 નંબરનો ટ્રક મહારાષ્ટ્રના નાસિકથી ડુંગળીનો જથ્થો ભરીને સુરત તરફ આવી રહ્યો હતો. ત્યારે સાપુતારામાં ઘાટમાર્ગના વળાંકમાં બેકાબૂ ટ્રકે રોડની સાઈડમાં ઉભેલી GJ 05 JC 5470 નંબરની વેગેનાર કારને ચક્કર લગાવતા અકસ્માત સર્જાયું હતું.

કાર અને ટ્રક વચ્ચે ટક્કર લાગ્યા બાદ ટ્રક પલટી ખાઇ ગયો હતો. અકસ્માતમાં વેગેનાર કાર સહિત ટ્રક અને ટ્રકમાં ભરેલી ડુંગળીના જથ્થાને ભારે નુકસાન થયું છે.

મળતી માહિતી મુજબ અકસ્માત દરમિયાન ટ્રકના કલીનરને ગંભીર ઈજા પહોંચી હતી. ઉપરાંત વેગેનાર કારમાં સવાર લોકો સુરત ના રહેવાસી છે. કારમાં સવાર લોકોને કોઇપણ પ્રકારની ઈજા પહોંચી નથી.

ઘટના બનતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ચમત્કારથી અકસ્માતમાં મોટી દુર્ઘટના બની નથી. મળતી માહિતી અનુસાર ટ્રકચાલકે વળાંકમાં ટ્રક પર કાબુ ગુમાવ્યો હતો અને તેના કારણે અકસ્માત સર્જાયો હતો.

સાપુતારામાં દિવસેને દિવસે આવી અકસ્માતની ઘટનાઓ વધતી જ રહે છે. થોડા દિવસ પહેલા જ સંતરા નો જથ્થો ભરેલા ટ્રકે ટાવેરા કાર અને સેલરીયો કારને ટક્કર લગાવી હતી. તે અકસ્માતમાં પણ ભારે નુકસાન થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*