રાજકોટમાં આહિર પરિવારના દીકરાનું નીકળ્યું અનોખું ફૂલેકું… મહિલાઓ 200 કિલોથી પણ વધારે સોનાના ઘરેણા પહેરીને ગરબે ઘૂમી… જુઓ ફુલેકાનો અનોખો વિડીયો…

મિત્રો હાલમાં તો લગ્નની સીઝન ચાલી રહી છે. આજના આધુનિક યુગમાં લોકો પોતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે કંઈકને કંઈક નવું કરતા હોય છે. આવા સમય વચ્ચે રાજકોટમાં આહીર સમાજના પરિવારમાં થયેલા અનોખા લગ્નની ચારેય બાજુ ચર્ચાઓ ચાલી રહી છે.

News18

આહિર પરિવારે એવા અનોખા લગ્ન કર્યા કે જોઈને તમે પણ ચોકી ઉઠશો. મિત્રો તમને જણાવી દઈએ કે આ લગ્ન પ્રસંગમાં આહિર સમાજના પરંપરાગત વસ્ત્રો ધારણ કરવામાં આવ્યા હતા. પોતાના સમાજના વસ્ત્રો ધારણ કરીને 400 જેટલી મહિલાઓએ અંદાજે કુલ 200 કિલો સોનાનું ઘરેણું પહેર્યું હતું.

News18

મિત્રો લગ્નમાં કેટલીક બહેનોએ તો કમર પર લીવર લટકાવી હતી અને લગ્ન પ્રસંગમાં રાસ રમઝટ બોલાવી હતી. આ અનોખા લગ્ન જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આજ લગ્નની ચર્ચાઓ ચાલી રહે છે.

ઉપરાંત લગ્નના કેટલાક ફોટાઓ અને વિડિયો પણ સોશિયલ વિડિયો પર વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો ચાલો જાણીએ આવા અનોખા લગ્ન કરનાર વ્યક્તિ છે કોણ..? વાત કરીએ તો આહિર સમાજના આગેવાન એવા ઘનશ્યામ હેરભાના દીકરાના લગ્ન સુરતના રામશીભાઈ ગોરીયાની દીકરી કેયુરીબેન સાથે થયા હતા.

મિત્રો લગ્નની પરંપરા મુજબ ગુરૂવારના રોજ આહિર પરિવાર દ્વારા કાલાવાર રોડ ઉપર ફૂલેકું કાઢવામાં આવ્યું હતું. જ્યારે આ ફૂલેકું નીકળ્યું ત્યારે ત્યાંથી પસાર થતાં સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે લગ્નમાં આહીર સમાજની મહિલાઓએ ફેસનેબલ કપડા પહેરવાના બદલે પોતાના સમાજના પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા. ફુલેકામાં હાજર મહિલાઓએ લગભગ 200 કિલોથી પણ વધારે સોનુ પહેર્યું હતું. આ અનોખા ફુલેકાના વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*