ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં નીશિતા રાઠોડ નામની મહિલાનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરના આજીડેમ ચોક પાસે આવેલ અનમોલ પાર્ક-1માં રેતા સૌરાષ્ટ્રના જાણીતા ડીજે ધર્મેશભાઈ ઉર્ફે અક્કી રાઠોડના ધર્મ પત્ની નિશિતાબેન રાઠોડ ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરમાં રોટલી બનાવી રહ્યા હતા.
ત્યારે અચાનક જ તેમની તબિયત બગડી ગઈ હતી. જેના કારણે નિશિતાબેન પોતાના પતિની બાજુમાં જ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ ધર્મેશભાઈ પોતાની પત્નીને 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાંથી વધુ સારવાર માટે નિશિતાબેનને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમને સારવાર મળે તે પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ નિશિતાબેનના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
ખાનગી હોસ્પિટલમાં નિશિતાબેનને મૃત જાહેર કર્યા બાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પછી તો ઘટના સ્થળે પહોંચેલી પોલીસે નિશીતાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે ગર્ભાશયની કોથળી ફાટી જતા નિશિતાબેનને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું.
મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે નિશીતાબેન નો 36 મો જન્મદિવસ હતો અને તેમનો જન્મદિવસ જ તેમના જીવનનો અંતિમ દિવસ બની ગયો હતો. આ ઘટના બનતા જ એક બાર વર્ષની અને એક સાત વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment