હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આ ઘટનામાં રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ જુના બૌદ્ધ વિહારની સાઇડ પર લવ ટેમ્પલ સામે સિક્યુરિટી એજન્સીમાં ગનમેન તરીકે નોકરી કરતા નિવૃત્ત આર્મીમેને પોતાની લાયસન્સ વાળી બંદૂકથી પોતાના પર ફાયરિંગ કરીને સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર સુસાઇડ પાછળનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે કે, નિવૃત્ત આર્મીમેન પાસે પોતાની દીકરીની કોલેજની ફી ભરવાના રૂપિયા ન હતા. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. મૃત્યુ પામેલા નિવૃત્ત આર્મી મેનનું નામ મનીષભાઈ રવજીભાઈ વારા હતું અને તેમની ઉંમર 50 વર્ષની હતી.
વિગતવાર વાત કરીએ તો મનીષભાઈના પરિવારમાં તેમની પત્ની એક દીકરો અને એક દીકરી છે. તેઓ પોતાના પરિવાર સાથે હનુમાન મઢી ચોક પાસે આવેલ તિરૂપતિ નગર શેરી નંબર એકમાં રહેતા હતા. મનીષભાઈ 2021 માં આર્મીમાંથી નિવૃત્ત થયા હતા. ત્યાર પછી તેઓ શ્રીરાજ સિક્યુરિટી એજન્સીમાં નોકરી કરતા હતા. એજન્સી મનીષભાઈને જુદી જુદી જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ આપતી હતી. ત્યારે ગઈકાલે રાત્રે તેઓ પોતાની નોકરીની જગ્યા પર પહોંચ્યા હતા.
આ દરમિયાન તેમને પોતાના સાથી કર્મચારી વલ્લભભાઈ ને વાત કરી હતી કે, તેમની દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે, આવતીકાલ એટલે કે મંગળવારના રોજ દિકરીની કોલેજની 40 હજાર રૂપિયા ફી ભરવાની છે. પરંતુ હાલમાં તેમની પાસે પૈસા નથી. આ વાત વ્યક્ત કર્યા બાદ મનીષભાઈ અને વલ્લભભાઈ બંને નોકરીના સ્થળ પર સુવા માટે ગયા હતા. વલ્લભભાઈ બીમાર હોવાના કારણે તેઓએ ઊંઘની ગોળી લીધી હતી અને તેઓ સુઈ ગયા હતા.
ત્યારે બીજા દિવસે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ એક વ્યક્તિની નજર જમીન પર સૂતેલા મનીષભાઈ ઉપર ગઈ હતી. મનીષભાઈ જમીન પર ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. એટલે તે વ્યક્તિએ તાત્કાલિક વલ્લભભાઈને જગાડીયા હતા. પછી તો આ ઘટનાની જાણ 108 ની ટીમને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી 108 ની ટિમિટ મનીષભાઈ ની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસના સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે મનીષભાઈ સુસાઇડ કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીકરીના કોલેજની ફી ભરવાના રૂપિયા ન હોવાના કારણે પિતાએ સુસાઇડ કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment