ગુજરાત રાજ્યમાં રોજેરોજ ઘણા ચોંકાવનારા કિસ્સાઓ બનતા હશે. ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે જાણીને આપણે આશ્ચર્યચકિત થઇ જતાં હોઈએ છીએ. ત્યારે રાજકોટમાં બનેલો એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના પડધરી ગામે પત્ની સાથે નશાની હાલતમાં પતિએ સૌપ્રથમ માથાકૂટ કરી અને ત્યારબાદ દોરીથી પત્નીનું ગળું દબાવીને જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે મહિલાનો છ વર્ષનો દીકરો ઘરે આવે છે. ત્યારે તે આ દ્રશ્યો જોવે છે અને જોરજોરથી બુમાબુમ કરવા લાગે છે. બાળકની બૂમ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. તેઓએ ભેગા મળીને મહિલાને બચાવી લીધી હતી. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થતાં જ નશાની હાલતમાં પતિ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
ત્યારબાદ પરિણીત મહિલાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર પણ ઘરમાં રહેતી 30 વર્ષીય કાજલ ગોપાલ સોલંકી અને તેના પતિ ગોપાલ જેન્તીભાઈ સોલંકી વચ્ચે સાંજે માથાકુટ થઇ હતી.
આ માથાકૂટમાં ગોપાલ સોલંકી નશાની હાલતમાં દોરીથી ગળુ દબાવીને પોતાની પત્ની કાજલ સોલંકીનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. સદ્નસીબે એ જ સમયે કાજલ સોલંકીનો છ વર્ષનો દીકરો ગૌતમ ઘરે આવે છે. ગૌતમ જોવે છે કે પિતા માતાનું ગળું દબાવી રહ્યા છે, આ દ્રશ્ય જોઈને ગૌતમ બુમાબુમ કરવા લાગે છે.
ગૌતમ નો અવાજ સાંભળીને પડોશમાં રહેતા લોકો ઘટના સ્થળે પહોંચી આવે છે અને કાજલ બેનને બચાવી લે છે. બનાવ બન્યા બાદ ગોપાલ સોલંકી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ પડોશીઓએ કાજલ સોલંકીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઇને કાજલના મામાએ જણાવ્યું કે, કાજલના લગ્ન 10 વર્ષ પહેલા થયા છે, તેને બે સંતાન છે.
કાજલના પતિ ગોપાલને છેલ્લા ત્રણ વર્ષથી નશો કરવાની ટેવ પડી ગઈ હતી. તે નશાની હાલતમાં વારંવાર તેની પત્ની સાથે માથાકૂટ કરતો હતો. ત્યારે નશાની હાલતમાં ગોપાલે કાજલનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે પરિવારજનો તેમજ કાજલનો નિવેદન લઇ ને વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment