ભારતભરમાં લોકડાયરાના કાર્યક્રમને લઈને આપણુ ગુજરાત મોખરે છે ત્યારે આવા લોકડાયરાની મોજ કરાવતા એવા કેટલાક કલાકારો જેની પણ ગુજરાતમાં કમી નથી ત્યારે આવા લોક કલાકારો ના ચાહક મિત્રો પણ ઘણાં હોય છે. હાલના સમયમાં તો આ કલાકારો પોતાના ઉનાળાનું વેકેશન ની મજા માણવા વિદેશની મુલાકાત લઈ રહ્યા છે.
ત્યારે આપણે એક એવા કલાકાર વિશે વાત કરીશું કે તેઓ ખૂબ જ નાની વયે ગીત ગાવાનું શરૂ કર્યું હતું. બગસરાના મુંજીયાસર ગામની એક 27 વર્ષની લોકગાયિકા તેમનું નામ અલ્પાબેન પટેલ છે જેઓ માં ગીત ગાવાનું ટેલેન્ટ રહેલું છે એવા અલ્પાબેન પટેલ અનેક જગ્યાઓ પર જઈને ડાયરા ની મોજ મણાવે છે
ગુજરાતના ટેલેન્ટેડ અને ફેમસ લોકગાયિકા તરીકે અલ્પા બેનનું નામ આવે છે. ત્યારે આ લોકગાયિકા અલ્પાબેન ની વિશે વાત કરીશું તો થોડાક દિવસો પહેલા જ તેમના લગ્ન એક ઉદય ગજેરા નામના વ્યક્તિ સાથે થયા છે ત્યારે તેમની સાથે થોડીક પળો વીતાવવા માટે અંદબાન નિકોબાર ગયા હતા.
અને પરત આવીને ફરીથી પોતાના લોકડાયરાનું આયોજન ચાલુ કરી દીધું હતું. ત્યારે રાજકોટ જિલ્લામાં એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતની યુવા કલાકાર અલ્પાબેન પટેલ પણ હાજર રહ્યા હતા. તેમણે પોતાના સૂરથી રાજકોટની ગુંજવી દીધુ હતું.
તેમના ડાયરા ની મોજ માણવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને તેમના ચાહક મિત્રો એ પણ ડાયરા ની મોજ નિહાળી હતી. લોક ડાયરા દરમ્યાન અલ્પાબેન પર લાખો રૂપિયાનો વરસાદ થયો હતો અને લોકોએ તેમના ડાયરા ની મોજ માણી હતી.
તેમના લગ્ન પછીનો આ પહેલો ભવ્ય લોક ડાયરો હતો અને અને તેમના મધુર સૂર ની મજા માણતા લોકો એ તેમના પર પૈસાનો વરસાદ વરસાવ્યો હતો. રાજકોટવાસીઓએ ભવ્ય લોક ડાયરા ની મજા માણી હતી અને અલ્પાબેન ના મધુર અવાજ સાંભળીને ખુશ થઈ ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment