રાજકોટમાં એક યુવક વહેતા પાણીથી પોતાનો જીવ બચાવવા બોર્ડ પકડીને ઊભો રહી ગયો, ત્યારબાદ થયું એવું કે – જુઓ વિડિયો

118

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના જામનગર , જુનાગઢ અને રાજકોટમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજકોટ નો એક દિલધડક વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટમાં રૈયા રોડ પર આવેલા તુલસી સુપર માર્કેટ પાસે ભારે વરસાદના કારણે રોડ પર પૂરની સ્થિતિ સર્જાઇ હતી.

ત્યારે એક વ્યક્તિ પાણીમાં ફસાઇ ગયો હતો અને તે વ્યક્તિએ વહેતા પાણીથી બચવા માટે કોર્પોરેશનનું બોર્ડને પકડીને ઉભો રહી ગયો હતો. ત્યારે સ્થાનિક લોકો દ્વારા તે વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્થાનિક લોકોએ સૌપ્રથમ તે વ્યક્તિની તરફ દોરડું ફેકિયું. ત્યારબાદ વ્યક્તિએ પોતાના શરીર પર દોરડું બાંધી દીધું હતું ત્યારબાદ સ્થાનિક લોકોએ તેને પોતાની તરફ ખેંચી ને તેનું રેસ્ક્યુ કર્યું હતું.

રાજકોટ ની વાત કરીએ તો રાજકોટમાં ગઇકાલે ભારે વરસાદના કારણે ચાર પાણીમાં ફસાઇ ગઇ હતી તેમાંથી એક કારનું કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામડા માં ફસાયેલા લોકો નું હેલિકોપ્ટર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં તો ઝાડવા પડી ગયા હતા. ગોંડલ ની વાત કરે તો ગોંડલમાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદ પડી ગયો હતો. ગોંડલમાં ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું હતું.

અને તે કારણોસર કેટલાય લોકો વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા. આ ઉપરાંત રાજ્યમાં રાજ્યની પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં વરસાદના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!