ગુજરાતમાં જીવ ટૂંકાવાની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. રાજકોટના મેટોડા GIDCમાં અંજલી પાર્કની નીલકમલ સોસાયટીમાં રહેતા 26 વર્ષ રાહુલભાઈ હેમરાજભાઈ સોંદરવા નામના યુવાને ગઈ કાલે ઘરે પ્લાસ્ટિકની દોરી છતના હુકમાં બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ ઘટના બન્યા બાદ રાહુલભાઈને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં રાહુલભાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાહુલભાઈના લગ્ન 11 મહિના પહેલા જ થયા હતા. રાહુલભાઈ પોતાની પત્નીને પિયર જવાની ટ્રેનમાં બેસાડી હતી અને ત્યારબાદ પોતાની પત્નીને છેલ્લો વિડીયો કોલ કરીને આ પગલું ભરી લીધું હતું. રાહુલભાઈ પોતાની પત્નીને વીડિયો કોલ માં કહ્યું હતું કે ‘હવે હું નહીં રહું’.
ગઈકાલે રાહુલભાઈ ગળાફાંસો ખાઈ લેતા તેમને બેભાન હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે રાહુલભાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બન્યા બાદ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રાહુલભાઈના લગ્ન 11 મહિના પહેલા ગીર સોમનાથના કાજલી ગામના દેવજીભાઈ સદાભાઈ પરમારની દીકરી હેમવંતી સાથે થયા હતા. લગ્ન બાદ રાહુલભાઈ અને એમના પત્ની રાજકોટના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં રહેવા આવ્યા હતા. રાહુલભાઈ એક કંપનીમાં નોકરી કરતા હતા.
સમગ્ર ઘટનાને લઈને રાહુલભાઈ ના પત્નીએ પોલીસને જણાવ્યું કે, તેમના પતિ રાહુલને બે દિવસની રજા આવતી હતી તેથી તેને મને પિયરમાં આંટો મારી આવવાનું કહ્યું હતું. તેઓ ગઈકાલે મને રેલવે સ્ટેશન મુકવા આવ્યા હતા. જ્યારે ટ્રેન સોમનાથ વેરાવળ પહોંચી ત્યારે રાહુલ નો વિડીયો કોલ આવ્યો હતો અને તે વીડિયો કોલ માં મને કહે છે કે ‘હવે હું નહીં રહું’,
આ પછી રાહુલે વિડીયો કોલ કટ કરી નાખ્યો હતો અને ઘરે જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો. રાહુલની પત્નીએ જણાવ્યું કે અમારા બંને વચ્ચે કોઈ પણ પ્રકારની માથાકૂટ થઈ નથી. તેને આ પગલું શા માટે ભર્યું તેની મને ખબર નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment