રાજકોટમાં એક વર્ષના બાળકે રમતા-રમતા ભૂલમાંથી ઝેરી દવા પી લીધી… માસુમ બાળકોનું રીબાઈ રીબાઈને મોત…

રાજકોટમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રમતા રમતા એક વર્ષના માસુમ બાળકનું દર્દનાક મોત થયું છે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે. મળતી માહિતી અનુસાર બાળકની માતા અને દાદી ઘરના કામમાં વ્યસ્ત હતા.

ત્યારે માસુમ બાળક એકલો રમી રહ્યો હતો. રમતા રમતા બાળકે આત્મા જંતુનાશક દવાની બોટલ લઈ લીધી હતી અને પછી બાળકે તે બોટલનો ઘૂંટડો ભર્યો હતો. જેના કારણે માસુમ બાળકનું રીબાઈ રીબાઈને મોત થયું હતું. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર રેલ નગરમાં આવેલ શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ, બી-104માં રહેતા ચિરાગભાઈ નામના વ્યક્તિનો એક વર્ષનો દીકરો જીયાન ગત 10 તારીખ ના રોજ ઘરમાં રમતો હતો. આ દરમિયાન રમતા રમતા જીયાને ઘરમાં પડેલી જંતુનાશક દવાની બોટલ હાથમાં લીધી હતી. પછી તેને તે બોટલ માંથી એક ઘૂંટડો ભર્યો હતો.

પછી અચાનક જ તેને ઉલટીઓ થવા લાગી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો દીકરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સારવાર દરમિયાન માસુમ દીકરાએ અંતિમ શ્વાસ લીધા હતા. દીકરાના મોતના સમાચાર મળતા જ માતા-પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, સમગ્ર ઘટના બની ત્યારે ચિરાગભાઈના પત્ની અને તેમની માતા ઘરના કામમાં વ્યસ્ત હતા. ત્યારે માસુમ દિકરાએ જંતુનાશક દવા પી લીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*