મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં(Rajkot) બનેલી એક સુસાઇડની(Suicide) ઘટના સામે આવી રહી છે. રાજકોટના ગોંડલ રોડ(Gondal Road) ઉપર આવેલ આંબેડકર નગરમાં(Ambedkar Nagar) રહેતી એક મહિલાએ સૌપ્રથમ પોતાના બે માસુમ બાળકોનો જીવ લઈ લીધો. ત્યારબાદ પોતે એક વિડીયો બનાવીને facebook પર સ્ટેટસ અપલોડ કર્યું અને પછી સુસાઇડ કરી લીધું હતું.
આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મહિલાએ પોતાના પતિના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યો હોવાનો ઉલ્લેખ થતા જ પોલીસે મહિલાના પતિને અટકાયત કરીને વધુમાં તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરી હતો, રાજકોટ શહેરના આંબેડકર વિસ્તારમાં રહેતી મનીષા પરમાર નામની મહિલાએ ગઈકાલે રાત્રે પોતાના બે માસુમ બાળકોનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું હતું.
મનીષાએ સૌ પ્રથમ ત્રણ વર્ષના દીકરા ભાર્ગવ અને છ મહિનાની દીકરી ઈશીતાનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ એક વિડીયો બનાવ્યો અને પછી તે તેને પોતાના facebook ના સ્ટેટસ પર મૂક્યો હતો. પછી મનીષાએ સુસાઇડ કરી લીધું હતું. હાલમાં તો પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મનિષાબેન સાગરભાઇ પરમાર એ પોતાના પતિ સાગરના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે.
રાજકોટમાં માતાએ પોતાના બંને બાળકોનું ગળું દબાવીને જીવ લઇ લીધો, પછી એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવ્યું… જુઓ સુસાઈડ પહેલાનો વિડીયો… pic.twitter.com/iDuA2NpnjY
— GUJJU ROCKZ (@gujju_rockz) June 2, 2023
મનીષા એ મૃત્યુ પહેલા બનાવેલા વીડિયોમાં પણ તે પોતાના પતિ ઉપર આક્ષેપ કરતા નજરે પડી રહે છે. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર મનીષાના પડોશમાં રહેતા લોકોએ facebook ઉપર સ્ટેટસ જોયું હતું, એટલે તેઓ તરત જ મનીષાના ઘરે દોડી આવ્યા હતા. પછી તે લોકોએ ઘરનો દરવાજો તોડીને જોયું ત્યારે અંદરથી મનીષા નું મૃતદે લટકતી હાલતમાં મળ્યું હતું.
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં તો પોલીસે મૃત્યુ પામેલી મહિલાના પતિની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પહેલા વીડિયોમાં મનીષા કહેતી નજરે પડી રહી છે કે, હું ખુદ મરી જાઉં છું, આની પાછળ મારો ઘરવાળો સાગર પરમાર જવાબદાર છે.
આ ઉપરાંત મનીષાએ પોતાના પતિ ઉપર કેટલાક આક્ષેપ લગાડ્યા. વધુમાં મનીષાએ કહ્યું હતું કે હું મરી જાઉં છું મારા બે છોકરાઓને મારી નાખું છું. મારા મૃત્યુ પાછળ મારા માતા-પિતા કે કોઈ અન્ય નહીં પરંતુ મારો ઘરવાળો સાગર પરમાર જવાબદાર છે. મેં બે છોકરાઓનો જીવ લઇ લીધો છે હવે હું એસિડ પીને મરી જાઉં છું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment