રાજકોટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં એક માતાએ પોતાના બે બાળકોનો સાથે અગ્નિસ્નાન કરીને પોતાનો જીવ તો કર્યો છે. આ ઘટના રાજકોટના કુવાડવા નજીક નાકરાવાડી વિસ્તારમાં બની છે.
માતાએ આવું શા માટે કર્યું તેનું હજુ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઘરકંકાસ હોવાથી આ સમગ્ર ઘટના બની છે તેવું અનુમાન છે. હાલમાં તો પોલીસ દ્વારા મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.
આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા આસપાસના લોકોની પુછપરછ પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મૃતકના પતિએ પોલીસને નિવેદન આપ્યું હતું કે મારે ક્યારેય પણ મારી પત્ની સાથે બોલાચાલી થઈ નથી.
મળતી માહિતી મુજબ 28 વર્ષના દયાબેન વિજયભાઈ ડેડાણિયાએ પોતાના 7 વર્ષીય પુત્ર મોહિત અને 4 વર્ષીય પુત્ર ધવલ સાથે અગ્નિસ્નાન કરી લીધું હતું. ઘરમાં ભારે આગ લાગી જવાના કારણે ઘરની બહાર ધુમાડાના ગોટા ગોટા બહાર ગયા હતા.
તેના કારણે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. અને આસપાસના લોકો દ્વારા સમગ્ર ઘટનાને લઇને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં ઘરની અંદર અનાજ, જરૂરી કાગળિયા, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓને પણ આગ લાગી ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!