રાજકોટ શહેરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના વિંછીયાના વ્હોરાના કબ્રસ્તાન વિસ્તારમાં રહેતી 15 વર્ષથી બાળકીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે જરૂરી કાર્યવાહી કરીને દીકરીના મૃતદેહને પોસ્ટમોટમ માટે હોસ્પિટલ ખસેડ્યું હતું. મળતી માહિતી અનુસાર માતાએ દીકરીને નાસ્તો બનાવવાની બાબતે અને કામની બાબતે ઠપકો આપ્યો હતો. આ વાતનું માસુમ દીકરીને ખૂબ જ ખોટું લાગ્યું અને તેને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો કબ્રસ્તાન વિસ્તારમાં રહેતા સિકંદર ભાઈ પઠાણની 15 વર્ષની દીકરીએ 19 તારીખના રોજ સવારે 9:00 વાગ્યા ની આસપાસ ખડમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે દીકરી બેભાન થઈને ઢળી પડી હતી. પછી પરિવારના લોકો દીકરીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.
ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગઈકાલે દીકરીનું મૃત્યુ નીપજ્યું હતું. માત્ર 15 વર્ષની દીકરીનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ થવાઈ ગયો હતો. દીકરીનું મૃત્યુ થતા ચોકીના સ્ટાફે વીંછીયા પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઘટના સ્થળે પહોંચીને પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી દીધી હતી.
ત્યારબાદ દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. દીકરીએ શા માટે આ પગલું ભર્યું તેને લઈને પોલીસે દીકરીના માતા પિતાની પૂછપરછ કરી હતી. મૃતક દિકરીના પિતા સિકંદર ભાઈ એ જણાવ્યું કે, હું મારા પરિવાર સાથે બોટાદના ગઢડા થી નવ મહિના પહેલા વિચાર એવા આવ્યો હતો અને અહીં ભિક્ષાવૃત્તિ કરીને કબ્રસ્તાનની દેખરેખ રાખતો હતો.
બે દિવસ પહેલા મારી દીકરી વહેલી ઉઠી ત્યારે તેની માતાએ તેને નાસ્તો બનાવવાનું કહ્યું હતું. આ બાબત પર બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. આ વાતનું ખૂબ જ ખોટું લાગતા દીકરીએ ખડમાં નાખવાની દવા પી લીધી હતી. દીકરીના મૃત્યુના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી જ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment