રાજકોટમાં લગ્નના 16 દિવસ બાદ પરિણીત મહિલાએ દીકરીને જન્મ આપ્યો – તપાસમાં એવી બાબત સામે આવી કે…

હાલમાં રાજકોટમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરીણિત મહિલાએ લગ્નના 16 દિવસ બાદ દીકરીને જન્મ આપ્યો છે. સમગ્ર ઘટનામાં માતા અને દીકરીની તબિયત બગડતાં તેમને સારવાર માટે રાજકોટ શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

પરિણીત મહિલાના પરિવારજનોનું કહેવું છે કે, લગ્ન પહેલા મહિલા પર ન થવાનું થયું હતું. મળતી માહિતી અનુસાર ગત 26 મેના રોજ પોરબંદરની હોસ્પિટલમાં એક પરિણીત મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો. પરણિત મહિલાને લગ્નના 16 દિવસ બાદ દીકરીને જન્મ આપ્યો હતો.

દીકરીનો જન્મ આપ્યા બાદ દીકરી અને તેની માતાની તબિયત લથડી ગઇ હતી તેથી બંનેને સારવાર માટે પોરબંદરથી રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, હોસ્પિટલમાં ડોક્ટરે બાળકીની માતાની પૂછપરછ કરી ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે તેના પેટમાં રહેલું બાળક લગ્ન પહેલાનું છે.

પરિણીત મહિલાએ તબીબોને જણાવ્યું હતું કે તેની સાથે લગ્ન પહેલા ન થવાનું થયું હતું. ત્યાર બાદ તબીબોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. આ ઘટનાની જાણ થતાં પોરબંદર ઉધનાનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઇને મહિલાના ભાઈએ જણાવ્યું કે, 16 દિવસ પહેલા અમારી બેનના લગ્ન થયા હતા. સાસરિયે ગયા બાદ મારી બહેનને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. તેથી તેને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી હતી. ત્યાંથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યાં હોસ્પિટલમાં 26 મેના રોજ મારી બહેનને દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પરિવારજનોએ મહિલાની પૂછપરછ કરી ત્યારે તેને જણાવ્યું કે લાખા નામના વ્યક્તિએ તેને ધમકી આપીને તેની સાથે ન કરવાનું કર્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*