હાલ આપણી સમક્ષ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટમાં એક 9 વર્ષની બાળકી સાડા ત્રણ વર્ષ પહેલા રમતા રમતા પોતાના નાકમાં મીણીયા ના બે ટુકડા નાખી દીધા હતા. ત્યારે વાત કરીએ તો ઘરના આંગણામાં કે ઘરમાં એવી કોઈ વસ્તુ રાખવી ન જોઇએ જેનાથી બાળક માટે જોખમરૂપ બની જાય. રાજકોટમાં રહેતી એક 9 વર્ષની બાળકી જેણે સાડા ત્રણ વર્ષ પહેલાં રમતા રમતા પોતાના નાકમાં મીણીયાના બે ટુકડા નાખી દીધા હતા.
ત્યારથી તેને સતત શરદી રહેતી હતી. એટલું જ નહીં પરંતુ નાકમાંથી રસી અને દુર્ગંધયુક્ત પ્રવાહી નીકળતું હતું. જેનાથી તેના માતા-પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેની સારવાર માટે દવાખાને પહોંચ્યા, ત્યારે દવાખાનામાં પણ કોઈ સચોટ ઇલાજ થયો ન હતો. આખરે આ દીકરીને વિદ્યા નગર મેઇન રોડ પર ડો.હિમાંશુ ઠક્કરની હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
ત્યારે એ તબીબે દૂરબીનથી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે એ બાળકીના નાકમાં કોઈ વસ્તુ ફસાઈ ગઈ છે. જેને તબીબો દ્વારા ભારે જહેમતના ઓપરેશન બાદ ગણતરીના કલાકોમાં એ બાળકીના નાક માંથી બે મીણીયાના ટુકડા બહાર કઢાયા હતા. ત્યારે તેમના માતા-પિતા ખુબ જ હેરાન પરેશાન થઇ ગયા હતા.
ભારે જહેમત બાદ કરેલા એ ઓપરેશન ના તબીબ ડો.હિમાંશુ ઠક્કર એ કહ્યું હતું કે બાળકીના નાક માંથી રંગીન સળી ના બે ટુકડા હતા જે લગભગ સાડા ત્રણ વર્ષથી નાક માં ફસાયેલા જ હતાં. જેના લીધે વારંવાર થતું હતું અને શરદી રહેતી હતી. એટલું જ નહીં આ કેસની વિકટ પરિસ્થિતિ એ કે જે બાળકીની નાની ઉંમર હોવાથી નાકનું કાણું ખૂબ જ નાનું અને સાંકડું હોય છે.
તેથી નાકની અંદરની ચામડી સાથે બે ટુકડા સાડા ત્રણ વર્ષથી ચોંટી ગયા હતા. જેનાથી વારંવાર દીકરીને ઇન્ફેક્શન થતું હતું. ડોક્ટર હિમાંશુ ઠક્કર આ દીકરી નું ઓપરેશન ગણતરીની મિનિટોમાં જ કોઈપણ જાતની તકલીફ વગર શાંતીપૂર્વક દૂરબીનથી ઓપરેશન બાદ બે રંગી ટુકડા બહાર કાઢવામાં આવ્યા હતા.
અને એ 9 વર્ષની બાળકી ને નાકમાં સાડા ત્રણ વર્ષથી એ બે ટુકડા હેરાન કરી રહ્યા હતા. જેનું ઓપરેશન બાદ તેમના માતાપિતાએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે કહીએ તો નાના બાળકોને આવી રીતે જોખમરૂપ બને તેવા પદાર્થોથી બાળકોને દૂર જ રાખવા જોઇએ જેનાથી મોટી સમસ્યા ધારણ ન થાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment