ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી જીવ ટૂંકાવી લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટમાં 20 વર્ષની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. રાજકોટ નજીક શાપર પાસે આવેલ ઢોલરાની જય સોમનાથ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી મેંદરડાના અણીયારા ગામની સ્વાતિ નામની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આ ઘટના બનતા જ દીકરીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્વાતિના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતું. મેંદરડા તાલુકાના અણીયારે ગામે રહેતી સ્વાતિ સુરેશભાઈ પાધડાર જય સોમનાથ નર્સિંગ કોલેજમાં બીજા વર્ષમાં નર્સિંગમાં અભ્યાસ કરતી હતી.
આ કોલેજમાં દરેક વિદ્યાર્થીઓને રવિવારે ચાર વાગ્યે પરિવાર સાથે અડધો કલાક વાત કરવાનો સમય આપવામાં આવે છે. ત્યારે ગઇકાલે સ્વાતિએ પોતાના પરિવારને ફોન કર્યો હતો. સ્વાતિએ ફોન પર પોતાના માતા-પિતા, કાકા-કાકી સહિતના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. ફોન પર વાત કર્યા બાદ સ્વાતિ પોતાના રૂમમાં ચાલી ગઈ હતી.
સ્વાતિ રૂમમાં લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ ચુંદડી વડે ગળાફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જ્યારે સ્વાતિની સાથે રૂમમાં રહેતી વિદ્યાર્થિનીએ રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તેમની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમને લટકતી હાલતમાં સ્વાતિનું મૃતદેહ જોયું હતું.
ત્યારબાદ વિદ્યાર્થિનીઓએ આ ઘટનાની જાણ કોલેજ સ્ટાફને કરી હતી. ત્યારબાદ કોલેજ સ્ટાફ દ્વારા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી વિદ્યાર્થી નો મોબાઇલ સાફ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પરિવારના સભ્યોએ જણાવ્યું કે, જ્યારે સ્વાતિ અમારી સાથે વાત કરી ત્યારે અમને વાત કરતી કંઈ અજુગતું હોય તેવું ન લાગ્યું. સ્વાતિએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment